Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિંજલ રબારીનો યુ-ટર્ન: 'હું રાહ ભટકી ગઈ હતી':ઘરે પરત ફર્યા બાદ ઈન્ટા પર પોસ્ટ મુકી; 'મેં સ્વેચ્છાએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે, અફવાઓથી દૂર રહેવા અપીલ'

    8 hours ago

    લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ અને સુરક્ષાની માંગણીના વીડિયો વાઇરલ કર્યા બાદ, હવે કિંજલ રબારી પોતાના પરિવાર પાસે પરત ફરી છે અને અગાઉના તમામ નિવેદનોથી યુ-ટર્ન લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્નનો વિવાદ આખરે શાંત પડ્યો છે. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી 14 માર્ચે મોડી રાત્રે પોતાના પરિવાર પાસે પરત ફરી છે. પરિવાર સાથે મિલન બાદ કિંજલે સોશિયલ મીડિયા પરથી પોતાના જૂના વિરોધ પ્રદર્શનવાળા વીડિયો ડીલીટ કરી દીધા છે અને એક નવી સ્પષ્ટતા જાહેર કરી છે. સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય કિંજલ રબારીએ જ્યારે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાની જાહેરાત કરી, ત્યારે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. આ મામલે રબારી અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. ચૌધરી સમાજના આગેવાનોએ પહેલાં કિંજલને તેના પરિવારને સોંપવાની બાહેંધરી આપી હતી. જે અંતર્ગત મોડી રાત્રે કિંજલ અને અશોકને અલગ કરી, કિંજલને તેના પિતા અને પરિવારજનોને સોંપવામાં આવી હતી. કિંજલ રબારીનો યુ-ટર્ન: "હું રાહ ભટકી ગઈ હતી" પરિવાર પાસે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે ખોટું હતું. અત્યારે હું મારી રાજીખુશીથી પરિવાર પાસે આવી ગઈ છું અને કાયમ માટે પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. તેણે વધુમાં વિનંતી કરી છે કે. હવે તેના વિશે કોઈએ અફવા ફેલાવવી નહીં અને તેના નામે ચાલતા ફેક એકાઉન્ટ્સ પરથી અગાઉના વીડિયો કે AI દ્વારા બનાવેલા ફોટા ડિલીટ કરી દેવા. કિંજલ રબારીએ ઘરે પરત ફર્યા બાદ ઇન્સ્ટા પર પોસ્ટ હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માગું છું, હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે પગલું ખોટુ હતું માટે હું રાજી ખુશીથી મારા પરિવારનો સપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગયેલી છું અને હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે અઢારે આલમના મારા ચાહકમિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો અફવાઓમાં આવવું નહીં. મારા નામે જે પણ અન્ય સોશિયલ મિડિયાના એકાઉન્ટ ચાલવી રહ્યા છે તે તમામને મારા આગળના વીડિયોને ડીલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા એઆઈથી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી.. જય દ્વારકાધીશ.. ~ કિંજલ રબારી શું હતો સમગ્ર વિવાદ? આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કિંજલે એક વીડિયો શેર કરી જણાવ્યું કે, તેણે ચૌધરી જ્ઞાતિના યુવક સાથે મરજીથી લગ્ન કર્યા છે. ત્યાર બાદ તેણે વધુ એક વીડિયોમાં ગંભીર આક્ષેપો કર્યા હતા: કોણ છે કિંજલ રબારી? રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી એક સાધારણ પરિવારમાંથી આવે છે. સરકારી શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકોના પ્રોત્સાહનથી તે ગાયકીના ક્ષેત્રમાં આવી હતી. પોતાની મહેનતથી તે 'કોયલ કંઠી' સિંગર તરીકે પ્રખ્યાત થઈ અને અનેક લોકગીતો તેમજ લગ્નગીતો દ્વારા ગુજરાતમાં જાણીતી બની છે. કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્નનો મામલો જે કાયદાકીય અને સામાજિક લડાઈ તરફ જઈ રહ્યો હતો, તેનો અંત સામાજિક સમજાવટથી આવ્યો છે. કિંજલે હવે તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકીને પરિવાર સાથે રહેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. કિંજલ રબારીના લગ્ન સંબંધિત વિવાદના આ સમાચાર પણ વાંચો… સમાજના આગેવાનોની બેઠક બાદ પરિવારને સોંપાઈ, પોસ્ટ ડિલીટ છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોક ગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા અને સુરક્ષાની માંગણી કરતા વીડિયો શેર કર્યા બાદ, 14 માર્ચે મોડી રાત્રે બે સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… વીડિયો પોસ્ટ કરીને દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ સામે સવાલ ઉઠાવ્યા કિંજલ રબારીએ પોતાના લગ્નની જાહેરાત કર્યા બાદ 13 માર્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે લગ્ન બાદ મળી રહેલી ગંભીર ધમકીઓ અને વિરોધ અંગે આકરા પ્રહારો કર્યા હતા. કિંજલ રબારીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે મદદ તેમજ સુરક્ષાની માગ કરી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… સિંગર કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતાં વિવાદમાં ગુજરાતી પ્રખ્યાત સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્ન કરવા પર વિવાદોમાં આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ 2 દિવસ પહેલાં પણ સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરતી જોવા મળે હતી… સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો કિંજલથી લઈને આરતી સાંગાણી, જીવનસાથી માટે યુવતીઓ સમાજ સામે પડી વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડિયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ ચર્ચાનો વિષય બન્યાં હતા. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) આ પણ વાંચો-ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી
    Click here to Read More
    Previous Article
    Kanpur woman ends life weeks after husband’s death, video message surfaces
    Next Article
    Amidst cancer treatment, Dipika Kakar complains about appetite loss, says ‘Fatigue is so much that I cannot even move’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment