Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:પુત્રીનું ભવિષ્ય અંધકારમય બનવા નહીં જ દઉં, માતાના દૃઢ‎નિશ્ચયથી શરૂ થઈ મનોદિવ્યાંગ બાળકો માટેની શાળા‎

    12 hours ago

    ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ નવલિકા "લોહીની સગાઈ"માં સમાજ, કુટુંબના અપમાનના કડવા ઘુંટડા સહન કરીને પણ મનોદિવ્યાંગ પુત્રી મંગુની રાત દિવસ જોયા વગર સેવાચાકરી કરી જાતને સમર્પિત કરનાર માતા અમરતકાકીનું પાત્ર અમર થઈ ગયું છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના કરતાં પણ રવાપર રોડ ઉપર આવેલા સુભાષનગરમાં રહેતા આર્થિક રીતે સુખી સંપન્ન દુર્ગાબેન કૈલા મમતામયી લાગણી દર્શાવવામાં એક ડગલું આગળ વધી સવાયા સાબિત થયા છે. દુર્ગાબેને પોતાની દિવ્યાંગ પુત્રી જ નહીં આવા અન્ય ઈશ્વરની ભેટ સમાન વિશિષ્ટ બાળકોનું જીવન બહેતર બનાવવા 20 વર્ષથી જે સંઘર્ષ કર્યો છે એ સમાજ, ખાસ કરીને માતાઓ માટે મિશાલરૂપ બન્યો છે. જેમાં વર્ષ 1991માં તેમની પુત્રી નેહાનો જન્મ થયો હતો. પરંતુ થોડા સમય જ તેનું વર્તન કે વાણી અન્ય નોર્મલ બાળક જેવી ન હોવાથી ડોક્ટરને બતાવવા ગયા ત્યારે પુત્રી 80 થી 90 ટકા માનસિક રીતે દિવ્યાંગ હોવાની ખબર પડી હતી. બૌદ્ધિક ક્ષમતા જ ન હોવાથી ભણી શકે એમ ન હોય પણ વર્તન નોર્મલ થાય તે માટે નેહા થોડી મોટી થતા બે ત્રણ બાલ મંદિરમાં મૂકી હતી. પણ થોડા દિવસોમાં ત્યાંથી જાકારો મળ્યો આમ છતાં તેઓ હતાશ થયા વગર કે આઘાતથી ભાંગી પડવાને બદલે દ્રઢ નિશ્ચર્ય કર્યો કે મારી પુત્રીનું ભવિષ્ય અંધકારમય બનવા નહિ દઉં. અને આ સંકલ્પ બાદ વર્ષ 2004માં મનો દિવ્યાંગ શાળા શરૂ કરાવી હતી. જેમાં તેમની પુત્રી સહિત 40 મનો દિવ્યાંગ બાળકોને ચાર કલાકનું સામાન્ય જ્ઞાન આપે છે. પોતે અને સ્ટાફે પણ તાલીમ લીધી‎ દુર્ગાબેનની બાજુમાં રહેતા એક બહેનનું બાળક પણ મનો દિવ્યાંગ છે. એટલે આ બહેન પોતાના બાળકનું વર્તન સુધારવા જૂનાગઢની મનોદિવ્યાંગ શાળામાં ગયા હતા. આથી દુર્ગાબેન પણ તેમની સાથે જઈને મનો દિવ્યાંગ શાળામાં મહિનાઓ સુધી સઘન તાલીમ લીધી હતી. પછી જ એમણે મોરબીમાં આવીને મનો દિવ્યાંગ શાળા શરૂ કરી હતી. ત્યારબાદ અન્ય પાંચ મહિલા સ્ટાફને પણ જુનાગઢની મનો દિવ્યાંગ શાળામાં તાલીમ લેવડાવી હતી. જો કે આ પાંચમાંથી ત્રણ મહિલા અહીં જ ભણતા દિવ્યાંગ બાળકોના માતા છે. આ 20 વર્ષથી તેઓ સહિત પાંચ મહિલાઓ આ વિશિષ્ટ બાળકોનું ભવિષ્ય સુધારવા કમર કસી રહ્યા છે. બાળકોના માનસિક‎આવેગો શાંત થયા‎ દુર્ગાબેન કહે છે કે પ્રથમ તો અમે આ મનો દિવ્યાંગ બાળકોના માનસિક આવેગો શાંત પાડવાની કોશિશ કરીએ છીએ. એમાં સુધારો થાય બાદ ચિત્રકામ, વિવિધ રમતો સહિત એને જે જે મનગમતી પ્રવૃત્તિઓ હોય તે કરાવીએ છીએ. આ બાળકો જીદી હોય એટલે એમના મનને ઠેસ પહોંચે એવું ક્યારેય વાણી કે વર્તન કરતા જ નથી. આ બાળકોને ખરેખર સાચા પ્રેમ અને હુંફની જરૂર હોય છે. આ રીતે સામાન્ય જ્ઞાન આપતા અમારી શાળાના તમામ બાળકો ખાનપાન, કપડાં પહેરવા, કોની સામે કેવી રીતે બોલવું, બાથરૂમ, ઉઠવા બેસવા સહિતની દિનચર્યા જાતે જ કરતા થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    માનવ કલ્યાણ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો‎:મોરબીમાં મહિલાઓને સોફ્ટ સ્કિલ્સ, ઓનલાઇન પેમેન્ટ અંગે માહિતગાર કરાયા
    Next Article
    Leh - Ladakh Snowfall News | લેહ-લદ્દાખના જોજિલા પાસ પર જામી બરફની ચાદર | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment