Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોક્કસ પ્લાનીંગ આપવા તાકીદ:ચાર વર્ષની કવાયતના અંતે પણ પાર્કિંગ પોલિસીનો માસ્ટર પ્લાન બન્યો નહીં, હવે અઠવાડિયામાં તૈયાર કરવા તાકીદ

    14 hours ago

    ગાંધીનગર શહેરમાં વસ્તી અને વિસ્તાર વધ્યા બાદ ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા વ્યાપક બની છે. આ સ્થિતિ નિવારવા માટે અને રસ્તા પર ઉભા રહેતા લારી- ગલ્લાના દબાણોને યોગ્ય રીતે એક સ્થળે ઉભા રાખી શકાય તે માટે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડરો માટેના સ્થળો નિયત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022માં આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ચાર વર્ષના અંતે પણ હજુ સુધી આ પોલિસીનો માસ્ટર પ્લાન તૈયાર થઇ શક્યો નથી. આ એજન્સીની મુદ્દત વધારવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી મોકલાતા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હવે માત્ર અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે અને માત્ર પેપર વર્ક નહીં લોકેશન સાથે ક્યા સ્થળે કેવા પ્રકારની પાર્કિંગ સુવિધા ઉભી કરી શકાય અને સ્ટ્રીટ વેન્ડરો માટે શું વ્યવસ્થા ગોઠવી શકાય તે સહિતની તમામ બાબતો અસરકારક રીતે દર્શાવીને ચોક્કસ પ્લાનીંગ આપવા તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પોલીસીના માસ્ટર પ્લાન માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખા તેમજ ઇજનેરી શાખાના અધિકારીઓને પણ સ્થળ તપાસ કરીને ચોક્કસ તેમજ અસરકારક કામગીરી કરવા સૂચના આપી છે. મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો ડ્રાફ્ટ 20023માં જાહેર કરીને નાગરિકોના મંતવ્યો, વાંધા- સૂચનો મંગાવ્યા હતા પરંતુ તે પછી કોઇ પ્રક્રિયા થઇ ન હતી. બીજીતરફ એજન્સીને પોલીસીમાં વધુ ચોક્કસ કામગીરી કરવા કહેવાયું હતું પણ તેના ત્રણ વર્ષ બાદ પણ અસરકારક પોલીસી તૈયાર થઇ શકી નથી. માત્ર સ્થળ જ નહીં, વિકલ્પો પણ માગવામાં આવ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે એજન્સીના પ્લાનમાં ચોક્કસ ક્યા પ્લોટ, ક્યા સ્થળો, કેટલા વાહનો માટે પાર્કિંગ થશે તેની સાથે વિકલ્પો પણ માંગવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડરો કેટલા છે અને તેમના માટે પાત્રતા કેટલી રાખવી, ક્યા વિસ્તારમાં જગ્યા આપી શકાય તેનો પણ સરવે કરી માહિતી આપવા કહેવાયું છે. અત્યારસુધીમાં ઘણો સમય વ્યતિત થયો હોવાથી હવે માત્ર એક અઠવાડિયામાં તમામ કામગીરી પૂર્ણ કરવા કહેવાયું છે. બેઝમેન્ટ ખોલવા બિલ્ડરો- સંચાલકો સાથે બેઠકો યોજાશે એજન્સીના સરવેમાં જણાયું છે કે કોમ્પ્લેક્સના બેઝમેન્ટ ખાલી રહેવાથી રોડ પર પાર્કિંગ થાય છે. જેથી બેઝમેન્ટના સંચાલકો, વેપારી એસોસિએશન સાથે બેઠકો યોજીને બેઝમેન્ટમાં મહત્તમ પાર્કિંગ થાય તેની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના અપાઇ છે. વેલે પાર્કિંગની વ્યવસ્થા માટે પણ સમજાવાશે.
    Click here to Read More
    Previous Article
    માનવતાનું ઉત્તમ ઉદાહરણ:જોરાવરનગરમાં બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરતા સમાજ સેવકો
    Next Article
    બેઠકોનું અંતિમ સીમાંકન જાહેર:ચૂંટણી આયોગે જિ.પંચાયતની બેઠકોની ફાળવણી યથાવત્ રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment