Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:ચોટીલાનું નાના પાળીયાદ પશુપાલન, ખેતી થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ‎

    8 hours ago

    સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાથી માત્ર 4 કિલોમીટરના અંતરે ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં વસેલું નાના પાળીયાદ ગામ આજે પ્રગતિશીલ ગ્રામીણ જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મુખ્યત્વે ભરવાડ અને કોળી પટેલ સમાજની વસ્તી ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓ અને પરંપરાગત વ્યવસાયોના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. 1400થી વધુ વસ્તી ધરાવતા નાના પાળીયાદ ગામમાં સામાજિક સમરસતા અને ધાર્મિક આસ્થાના દર્શન થાય છે. ચોટીલાના ભાગોળે ચામુંડા માતાજી ડુંગરની પાસે ચોટીલાથી 4 કિલોમીટર દૂર નાના પાળીયાદ ગામ આવેલું છે. નાના પાળીયાદ ગામમાં ભરવાડ અને કોળી પટેલ લોકો વસવાટ કરે છે. ગામની કુલ અંદાજિત વસ્તી 1400થી વધારે છે. ગામમાં મતદારયાદી પ્રમાણે 515 પુરુષ, 465 મહિલા નોંધાયેલા છે. ધાર્મિક તહેવારોમાં ગામ લોકો ઉત્સવ હળીમળીને ઉજવે છે. નાના પાળીયાદ ગામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેત મજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેતીમાં કપાસ, મગફળી, ઘઉં, બાજરી, જુવાર, ડુંગરી અને શાકભાજી જેવા રોકડિયા પાકો લેવામાં આવે છે. નાના પાળીયાદ ગામમાં ઠાકર મંદિર, ચરમારીયા દાદાનું મંદિર ગામ લોકોના આસ્થાના મંદિર છે. નાના પાળીયાદ ગામમાં ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામમાં 1,000થી વધારે પશુઓની સંખ્યા ધરાવે છે. તે દૂધ મંડળીમાં દૂધ આપીને આજીવિકા મેળવે છે. નાના પાળીયાદ ગામમાં પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ સુધી 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વધુ અભ્યાસ અર્થે ચોટીલા જવું પડે છે. નાનાપાળિયાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા દરરોજ પાણી વિતરણ કરવામાં આવે છે. ગામ લોકો માટે બેંક ઓફ બરોડાના બીસી પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગામ લોકોને બેંકને લગતી કામગીરી ગામમાં બેંકની સુવિધા મળી રહે છે. ગ્રામ પંચાયત દ્વારા તળેટી વિસ્તારમાં ગામ લોકોને જગ્યા ભાડે આપેલી છે નાના પાળીયાદ ગામ વિસ્તારમાં ચામુંડા માતાજી ડુંગર અને તળેટી આવેલા છે અને ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને તળેટી વિસ્તારમાં જગ્યા ભાડે આપીને ગામ લોકો દ્વારા તળેટી વિસ્તારમાં નારીયેર, પ્રસાદ, કટલરી, રમકડા વગેરે વિવિધ કામ ધંધા કરીને આવક ઉભી કરવામાં આવે છે. પાળીયાદથી ચોટીલા રોડ બનાવવા માંગ ચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામલોકો દ્વારા જણાવતા નાના પાળીયાદથી ચોટીલાનો રસ્તો બિસમાર હાલતમાં છે. તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવે તેવી ગામ લોકોને લોક માંગણી છે. નાના પાળીયાદ વિસ્તારમાં ચોટીલાની બીએસએનએલ ઓફિસ વન વિભાગની ઓફિસ બીઆરસી ભવન અને આઈટીઆઈમાં આવેલા છે.
    Click here to Read More
    Previous Article
    Oscars 2026: Priyanka Chopra Jonas returns as presenter, makes a sleek style statement in white
    Next Article
    સમસ્યા:જિલ્લા પંચાયતના વિકાસ કામોમાં થઇ રહેલો વિલંબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment