Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીની ગાડીમાં સ્નેહલ ધરીયાની સવારીએ દાહોદના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો વધાર્યો:હેલિપેડથી સભા સ્થળ અને સાંસદના નિવાસસ્થાન સુધી પ્રમુખ સતત મુખ્યમંત્રીની સાથે રહ્યાં, બંધ બારણે થયેલી ચર્ચાઓથી અનેક તર્ક-વિતર્કો શરૂ થયા

    9 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દાહોદ મુલાકાત આજે માત્ર વિકાસ કાર્યોના લોકાર્પણ પૂરતી મર્યાદિત ન રહેતા રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક બની રહી હતી. સિંગવડ ખાતે 367.78 કરોડના વિકાસ કામોની ભેટ આપવા આવેલા મુખ્યમંત્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા તેમની સતત નિકટ જોવા મળ્યા હતા. હેલિપેડ પર ઉતરાણથી લઈને પરત વિદાય સુધીના તમામ કાર્યક્રમોમાં સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં તેમની સાથે જ સવાર રહેતા જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં અટકળોનું બજાર ગરમ થયું છે. હેલિપેડથી સભા સ્થળ સુધીની ગાઢ નિકટતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે હેલિપેડ પર ઉતર્યા ત્યારે મંત્રીઓ, સાંસદ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, સૌના આશ્ચર્ય વચ્ચે જ્યારે મુખ્યમંત્રી સભા સ્થળ જવા રવાના થયા ત્યારે તેમની સરકારી ગાડીમાં માત્ર જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા જ તેમની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે મંત્રીઓ કે વરિષ્ઠ સચિવો મુખ્યમંત્રીની સાથે મુસાફરી કરતા હોય છે, પરંતુ સંગઠનના પ્રમુખને મળેલી આ વિશેષ પ્રાધાન્યતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. લોકાર્પણથી સાંસદના નિવાસસ્થાન સુધીનો સાથ મુખ્યમંત્રી સિંગવડ મામલતદાર કચેરીના લોકાર્પણ માટે ગયા ત્યારે પણ સ્નેહલ ધરીયા તેમની પડખે રહ્યા હતા. ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરના દાસા સ્થિત નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જવા માટે અને ત્યાંથી પરત હેલિપેડ સુધી પહોંચવા સુધીના તમામ રૂટ પર સ્નેહલ ધરીયા મુખ્યમંત્રીની ગાડીમાં જ સાથે રહ્યા હતા. આખા પ્રવાસ દરમિયાન જે રીતે અન્ય નેતાઓને બદલે માત્ર જિલ્લા પ્રમુખને જ આટલી નિકટતા મળી, તેણે રાજકીય ચર્ચાઓને નવો વળાંક આપ્યો છે. બંધ બારણે થયેલી ચર્ચાઓથી અટકળો તેજ મુખ્યમંત્રી અને સ્નેહલ ધરીયા વચ્ચે વાહનમાં મુસાફરી દરમિયાન લાંબો સમય કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે તેને લઈને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આગામી સમયમાં સંગઠનમાં થનારા ફેરફારો, જિલ્લાના પડતર પ્રશ્નો કે કોઈ મોટા રાજકીય સમીકરણો અંગે મુખ્યમંત્રીએ સીધું માર્ગદર્શન આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી કાર્યક્રમોની વચ્ચે સંગઠન પ્રમુખની આ પ્રકારે સતત હાજરી દાહોદ ભાજપના આંતરિક રાજકારણમાં સ્નેહલ ધરીયાનું વધતું વર્ચસ્વ દર્શાવે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ વચ્ચે UAEમાં 19 ભારતીયોની ધરપકડ:ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ; મોતની અફવા વચ્ચે નેતન્યાહુ કોફી પીતા જોવા મળ્યા
    Next Article
    Prasoon Joshi Recalls How Amitabh Bachchan Helped Him Land His First Bollywood Project

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment