Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રકે બાઈક સવારને કચડતા હાઈવે પર માંસના લોચા ઉડ્યા:દીકરી માટે મુરતિયો જોવા નીકળ્યા ને અકસ્માત થયો, સાસુ અને જમાઈના મોત; મહિલાનું હૈયાફાટ રુદન-'અહીંથી ઉઠાવો નહીં તો મરી જશે'

    13 hours ago

    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ફાજલપુર ગામ નજીક આજે એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા સાસુ-જમાઈના મોત નિપજ્યા હતા. દંપતી દીકરીની સગાઈ માટે છોકરો જોવા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ હાઈવે પર વિખરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જ્યારે ઘટનાસ્થળે હાજર એક મહિલાના હૈયાફાટ રુદન અને 'આમને ઉઠાવો, નહીંતર મરી જશે' તેવા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. નંદેસરી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારતા અકસ્માત સર્જાયો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ફાજલપુર ગામ પાસેથી એક બાઈક પર 3 લોકો પસાર થઈ રહ્યા હતા. આ સમયે ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સવાર બે લોકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ ગયા હતા અને હાઈવે પર માંસના લોચા પડેલા જોવા મળ્યા હતા. જ્યારે એક વ્યક્તિના પગ પણ તૂટી ગયા હતા. દીકરીની સગાઈ માટે છોકરો જોવા જતા હતા ને અકસ્માત નડ્યો દંપતી ઉમેદભાઈ અને સુધાબેન તેમની દીકરીની સગાઈ માટે છોકરો જોવા રાયકા ગામ ખાતે બાઇક જવા નિકળ્યા હતા. ઉમેદભાઈ તેમના પત્ની અને સાસુ સાથે રાયકા ગામ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેથી સાસુ મધુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉમેશભાઈને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે સુધાબેનને સારવા માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તમે સારવાર ચાલી રહી છે. ઉમેદભાઈ અને સુધાબેનને કુલ ચાર સંતાનો છે. જેમાંત્રણ દીકરી અને એક દીકરો છે. મૃતકના નામ ઉમેદભાઈ કનુભાઈ પરમાર (મૃતક): (ઉંમર 46 વર્ષ, મહાદેવ મંદિર પાસે, તા. જી. આણંદ) મધુબેન ધુરાભાઈ ગામીત (મૃતક): રહે. કાછલાપુરા, વાસદ, જી. આણંદ) (ઉમેદભાઈના સાસુ) ઇજાગ્રસ્તનું નામ સુધાબેન ઉમેદભાઈ પરમાર રહેવાસી: રાજુપુરા ગામ, મહાદેવ મંદિર પાસે, તા. જી. આણંદ) હાલ આણંદની 'સ્મિત હોસ્પિટલ'માં સારવાર હેઠળ છે ઘટનાસ્થળે એક મહિલા તીવ્ર આક્રંદ કરતી જોવા મળી અકસ્માતને પગલે હાઈવે પર ટોળેટોળા લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યારે ત્યાં હાજર એક મહિલા પોક મુકીને રડી રહી હતી અને તેમના હાથમાં રોડ પર એક મૃતદેહ હતો અને લોકોને મદદ માટે પોકારી રહી હતી કે, આમને કોઈ ઉઠાવો નહીં તો મરી જશે. તે દરમિયાન સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને નંદેસરી પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે નંદેસરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ પણ વાંચો બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત આ પહેલાં 7 માર્ચે વડોદરામાં આઇસરની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું. આજવા ચોકડી પાસે સસરા બાઇક પર પુત્રવધૂને નોકરી માટે મુકવા જતા હતા તે દરમિયાન ઘટના બની હતી. 31 વર્ષીય પ્રિન્સા પરમારનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે પહોંચતા જ પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું(વાંચો સંપૂર્ણ અહેવાલ). વડોદરા-હાલોલ હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત, પત્ની ગર્ભવતી ગુજરાતના માર્ગો પર ફરી એકવાર કાળનો પંજો ફરી વળ્યો છે, જેમાં વડોદરા અને ઉનામાં સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકનાં કરુણ મોત નીપજ્યાં છે. વડોદરા-હાલોલ હાઈવે પર 22 ફેબ્રુઆરીની મોડીરાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં બાઈકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે. મૃતક યુવકને ગંભીર ઇજાઓને લઈ રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. રોડ પર પરિવારજનોની રોકકળથી માહોલ તંગ બન્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ટાયર ફાટતાં ટ્રેક્ટર સામેથી આવતા ટેમ્પોમાં ઘૂસી ગયું, CCTV વડોદરા શહેરના ખોડિયારનગરથી દરજીપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર (9 ફેબ્રુઆરી) એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. પાણીનું ટેન્કર લઈને જતાં ટ્રેક્ટરનું ટાયર ફાટતાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના પરિણામે ટ્રેક્ટર સામેથી આવતા ટેમ્પોમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માતના લાઈવ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. ઘટનાને પગલે સ્થળે ટ્રાફિકજામ સર્જાયો હતો અને રાહત-બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર) વડોદરામાં ટ્રક ચાલકે બ્રેક મારી ને લોખંડની એંગલો કેબિનમાં ઘૂસી વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 આવેલા દેણા બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલક આગળ જતી કાર ચાલકને બચાવવા જતા બ્રેક મારે છે અને ટ્રકના પાછળના ભાગમાં રહેલ લોખંડની એંગલો કેબિનમાં આવી જતા ડ્રાઇવર ફસાઇ જાય છે. વડોદરા ફાયર વિભાગની બે ટીમએ ઘટના સ્થળે પોહચી દિલધડક રેસ્ક્યુ કરી એક કલાકની ભારે જહેમતે બહાર કાઢે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    UAEમાં ભારતીય જહાજ પર ઓઈલ ભરતી વખતે હુમલો:ભારત સરકારે કહ્યું- કર્મચારીઓ સુરક્ષિત, શિપ રવાના થઈ ગયું; ઈઝરાયલ પર ઈરાનનો મિસાઈલ એટેક
    Next Article
    Astrologer who cheated Bengaluru I-T officer of Rs 31 lakh in the name of ‘overall prosperity’ arrested in Tamil Nadu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment