Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આગ:કામચલાઉ કેબીનના સ્ટ્રકચરમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, કારણ અકબંધ

    11 hours ago

    અમદાવાદ એરપોર્ટ એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આવેલી એક ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ધુમાડા આકાશમાં જોવા મળ્યા હતા. જેના પગલે તાત્કાલિક એરપોર્ટ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ એર કાર્ગો વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને એરપોર્ટ તંત્ર સાવચેત થઈ ગયું હતું. એર કાર્ગો નજીક ટેમ્પરરી કેબીન સ્ટ્રકચરમાં આગ મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટના એરક્રાફ્ટ મૂવમેન્ટ એરિયા બહાર આગ લાગવાની ઘટના બની હોવાને લઈને દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટની જૂની ગુજસેલ બિલ્ડિંગ પાસે આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો નજીકના ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી ત્યારે હાજર CISF જવાનો અને સ્ટાફ દ્વારા તરત જ એરપોર્ટ ફાયરને જાણ કરવામાં આવી હતી. એરોડ્રોમ રેસ્ક્યુ અને ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવા અંગે હાલ એરપોર્ટ સ્ટાફ ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આગના કારણે ફ્લાઈટ મુવમેન્ટને કોઈ અસર નહીં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે બપોરના પોણા ત્રણ વાગ્યા આસપાસ એરપોર્ટ વિમાન મુવેમેન્ટ એરિયાની બહારના ભાગે એક કામચલાઉ કેબીનમાં આગ લાગી હતી. એરોડ્રોમ રેસ્ક્યૂ અને ફાયર ફાઈટીંગની ટીમોએ તાત્કાલીક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવી લીધો છે. ફ્લાઈટ મુવમેન્ટ સહિત એરપોર્ટની કામગીરી સામાન્ય રહી છે કોઈ અસર થઈ નથી. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Iran Death Threat to Netanyahu: IRGC की नेतन्याहू को मारने की धमकी | Iran Israel War Update | Trump
    Next Article
    Gujarati Latest News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Weather | Fatafat News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment