Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન વિવાદમાં ઘાતકી હુમલો:મેદરામાં જમીન પચાવી પાડવાના ઈરાદે હથિયારો સાથે ટોળાનો આતંક, તોડફોડ કરી સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલો

    10 hours ago

    ગાંધીનગરના મેદરા ગામની સીમના સર્વે 172ની જમીન પચાવી પાડવાના ઇરાદે 25 થી 30 જેટલા અજાણ્યા શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો વડે સિક્યુરિટી ગાર્ડ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ડભોડા પોલીસે ટોળાં વિરુધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 25થી 30 લોકોના ટોળાએ હુમલો કરી તોડફોડ કરી ગાંધીનગરના મેદરા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 172 વાળી જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે તેઓ અન્ય ગાર્ડ્સ અને ઇન્ચાર્જ જીગરભાઈ ચૌધરી સાથે હાજર હતા. ત્યારે અચાનક લાકડીઓ અને ધારિયા જેવા હથિયારો સાથે 25 થી 30 શખસોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. બાદમાં હુમલાખોરોએ જમીન પર પોતાનો હક જતાવતા બૂમો પાડવાનું શરૂ કર્યું હતું અને બિભત્સ ગાળો આપી હતી. ગાર્ડ્સે બચાવ માટે લોખંડનો દરવાજો અંદરથી બંધ કર્યો હોવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ દરવાજો તોડી પાડી અંદર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ ત્યાં મારેલા બોર્ડની પણ તોડફોડ કરી અંદાજે 22 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલામાં ​દીપક કમશી રબારી,બળદેવ પુંજાભાઇ ચૌધરી ,બકુલ ધામેલીયા,,સતીષ દેવાજી ઠાકોર, પ્રધ્યુમન ચંદ્રવિહાર પરમાર, સત્યેન્દ્રસિહ અમરસિંહ રાજપુર, અભય સંજયસિંહ રાજપુત , ડી. કે. રબારીના ટોળાંએ લાકડીઓ ધારીયા વડે હુમલો કર્યો હતો. ​આ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ્સને ગડદાપાટુનો માર માર્યો હતો અને જો જમીન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી ગંભીર ધમકીઓ આપી હતી.બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા. આ મામલે ડભોડા પોલીસે રાયોટિંગ, મારામારી અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટોપ-10 કંપનીઓની વેલ્યુ ₹4.48 લાખ કરોડ ઘટી:SBI ટોપ લૂઝર રહ્યું, તેની વેલ્યુ ₹89 હજાર કરોડ ઘટી; HDFC બેંકનું માર્કેટ કેપ પણ ઘટ્યું
    Next Article
    સુરત શહેરમાં વધુ એક હત્યા:ડિંડોલીમાં ક્રિષ્ના AC મોલ બહાર યુવકને રહેંસી નાંખ્યો, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment