Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રા સ્વદેશી મેળાને સારો પ્રતિસાદ:લોક માંગને પગલે એક દિવસ લંબાવાયો

    11 hours ago

    ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. દરરોજ એક હજારથી વધુ લોકો મેળાની મુલાકાત લેતા હોવાથી, નગરપાલિકા દ્વારા મેળાને એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેના વેચાણને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળામાં કુલ 36 જેટલા વિવિધ સ્ટોલ ઉપલબ્ધ છે, જેમાં આયુર્વેદ, હસ્તકલા, ઓર્ગેનિક વસ્તુઓ, ખાદી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્ટોલ ધારકોને નિઃશુલ્ક સ્ટોલ તેમજ લાઇટ અને પાણી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળી શકે. પૂર્વ મંત્રીના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશને મહાસત્તા બનાવવા માટે વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને મજબૂત કરવા સૌએ સાથે મળીને સ્વદેશી અપનાવવું જોઈએ. આ મેળા દ્વારા નાના અને મોટા સ્વદેશી વેપારીઓને પ્રોત્સાહન આપીને દેશને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેળામાં મહિલા સંચાલિત સ્ટોલની સંખ્યા નોંધપાત્ર હતી, જે સ્વદેશી ઉત્પાદનો સાથે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે. મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોર્સ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે સ્વદેશી અભિયાનમાં મહિલાઓ સક્રિયપણે જોડાઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલ અને પાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. મેળામાં મોટી સંખ્યામાં આગેવાનો, સુધરાઈ સભ્યો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોક્સો-અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયો:એસ.ઓ.જી. સુરેન્દ્રનગરે સગીરા સાથેના ગુનામાં મોરબીથી પકડ્યો
    Next Article
    લાકડાથી રસોઈ શરૂ થઈ તો લાકડાના ભાવમાં પણ ભડકો:રૂ.15નું કિલો વેચાતું લાકડું 25એ પહોંચતા રેસ્ટોરન્ટના માલિકની પરિસ્થિતિ કફોડી, જમવાની થાળીમાં રૂ.10નો સીધો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment