Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે સીધી તારા કપાળમાં ગોળી મારીશું':'ટટીરી' ગીતને લઈ લોરેન્સ ગેંગની બાદશાહને ધમકી; હરિયાણા બાળ સંરક્ષણ આયોગે રેપરને નોટિસ ફટકારી

    10 hours ago

    બોલિવૂડ રેપર બાદશાહ હાલમાં 'ટટીરી' ગીતને લઈને વિવાદમાં ફસાયો છે. અગાઉ ગીત પર FIR નોંધાઈ ચૂકી છે. મહિલા આયોગે પણ બાદશાહને સમન પાઠવ્યું છે. તેવામાં લોરેન્સ ગેંગે બાદશાહને ગોળી મારવાની ધમકી આપી છે. ઉપરાંત હરિયાણા બાળ સંરક્ષણ આયોગે પણ રેપરને નોટિસ ફટકારી છે. 'તે હરિયાણાની સંસ્કૃતિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે' વાસ્તવમાં હરિયાણાના પાણીપતમાં શનિવારે એક મની એક્સચેન્જ સેન્ટર પર કેટલાક લોકોએ ફાયરિંગ કર્યું. ઘટના બાદ રણદીપ મલિકના નામથી એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી, જેમાં ફાયરિંગની જવાબદારી લેવામાં આવી હતી. પોસ્ટના અંતમાં બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહને 'ટટીરી' સોંગને લઈને ધમકી આપવામાં આવી. પોસ્ટમાં લખ્યું હતું- 'બાદશાહ, તે હરિયાણાની સંસ્કૃતિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. પહેલા 2024માં તારા ક્લબ પર તને ટ્રેલર બતાવ્યું હતું, હવે સીધી તારા કપાળમાં ગોળી મારીશું.' જોકે દિવ્ય ભાસ્કર આ પોસ્ટની પુષ્ટિ કરતું નથી. લોરેન્સ ગેંગની પોસ્ટ… 7 દિવસમાં પક્ષ રજૂ કરવા બાદશાહ અને ગીતના મેકર્સને નોટિસ 'ટટીરી' ગીતને લઈને બાદશાહની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ લઈ રહી નથી. હરિયાણા રાજ્ય મહિલા આયોગ બાદ હવે હરિયાણા બાળ અધિકાર સંરક્ષણ આયોગે બાદશાહને નોટિસ મોકલી છે. સિંગરની સાથે જ મેકર્સને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ માટે આયોગે 7 દિવસની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. બાળ અધિકાર સંરક્ષણ આયોગનું કહેવું છે કે, 'ગીતના વીડિયોમાં શાળાના બાળકોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.' બાદશાહ સાથે મેકર્સને પણ નોટિસ 'ટટીરી' ગીતને લઈને બાળ અધિકાર આયોગને ઘણી ફરિયાદો મળી હતી. ત્યારબાદ શનિવારે આયોગે ઈમેઇલ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બાદશાહને 7 દિવસની અંદર પોતાનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ જારી કરી છે. આયોગ અનુસાર, વીડિયોમાં કેટલાક એવા દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓ વચ્ચે અનુશાસનહીનતાને પ્રોત્સાહન આપે છે. આયોગે આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા (બાદશાહ), વીડિયો ડિરેક્ટર- માહી સંધુ અને જોબન સંધુ, પ્રોડક્શન હાઉસ- બટુગેધરપ્રોસ અને સીઈઓ આલાપ ગોશરને નોટિસ મોકલી છે. 3 મુદ્દામાં વાંચો…આયોગનો વાંધો સ્કૂલ યુનિફોર્મનો દુરુપયોગ: વીડિયોમાં કલાકારોને સ્કૂલ યુનિફોર્મ પહેરેલા બતાવવામાં આવ્યા છે, જે એક શૈક્ષણિક સંસ્થાની ગરિમા સાથે જોડાયેલો વિષય છે. અનડિસિપ્લિન પ્રસ્તુતિ: વીડિયોના કેટલાક દ્રશ્યોમાં વિદ્યાર્થીનીઓને સ્કૂલ બેગ ફેંકતી અને ભણતર પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન બતાવવામાં આવી છે. વિદ્યાર્થીઓના જોખમી સ્ટંટ: બાળકોને ચાલતી બસમાં નાચતા અને ધમાલ કરતા બતાવવામાં આવ્યા છે, ગીતોમાં પણ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આયોગનો તર્ક- 'ગીત અભ્યાસ છોડવા માટે પ્રેરિત કરનારું' આયોગની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'મનોરંજનના નામે બાળકોના ભવિષ્ય અને તેમના આચરણ સાથે ચેડાં કરી શકાય નહીં.' આયોગનું માનવું છે કે, 'બાદશાહ જેવા મોટા કલાકારના કરોડો ફોલોઅર્સ છે, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોનો સમાવેશ થાય છે. આવા કિસ્સામાં, આ પ્રકારનું પ્રેઝેન્ટેશન વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવા અથવા શાળામાં ખોટું વર્તન કરવા માટે પ્રેરિત કરી શકે છે.' મહિલા આયોગે બાદશાહની ધરપકડનો આદેશ આપ્યો પાણીપતની 'નારી તું નારાયણી' સંસ્થાના અધ્યક્ષ સવિતા આર્યા અને 'શિવ આરતી ફાઉન્ડેશન'ના પ્રમુખ શિવ કુમારની ફરિયાદ પર હરિયાણા રાજ્ય મહિલા આયોગે બાદશાહને સમન્સ જારી કર્યું હતું. જેમાં બાદશાહને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 13 માર્ચે આયોગ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. જોકે, બાદશાહ શુક્રવારે પાણીપતમાં હાજર રહ્યો નહોતો. તેના વકીલોએ દલીલ કરી કે, કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત હોવાને કારણે બાદશાહ આવી શક્યો નહોતો. આયોગ પાસેથી આગળનો સમય માંગવામાં આવ્યો. આના પર મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયા ગુસ્સે થયા. તેમણે ચેતવણી આપી કે, 'જો બાદશાહ 3 વાગ્યા સુધીમાં હાજર નહીં થાય, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.' 3 વાગ્યા સુધીમાં બાદશાહના વકીલ ફરી પહોંચ્યા અને સમય માંગ્યો. આના પર આયોગના અધ્યક્ષે પંચકુલા અને પાણીપત SPને બાદશાહની ધરપકડ અને પાસપોર્ટ જપ્ત કરવાના નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે બાદશાહ દેશ છોડીને ન જાય. મહિલાઓ અને દીકરીઓને બચાવવા માટે હવે આયોગ કડક પગલાં લેવા આગળ આવ્યું છે. ‘ટટીરી’ સોંગના વાંધાજનક ગીતો અને છોકરીઓના શોટ્સને લઈને મહિલા આયોગે તેમને 6 માર્ચે નોટિસ મોકલીને પાણીપત SP ઓફિસમાં હાજર થવા જણાવ્યું હતું. જોકે બાદશાહના વકીલે સુરક્ષા કારણોનો હવાલો આપતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પક્ષ રજૂ કરવાની પરવાનગી માંગી હતી. શું છે આખો વિવાદ? 1 માર્ચ: હરિયાણવી ફોક સોંગ ‘ટટીરી’નું રેપ વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું. તેમાં બાદશાહનો રેપ છે. જ્યારે ફીમેલ વોકલ સિમરન જાગલાનનું છે. 3 માર્ચ: બાદશાહ પોતાની ટીમ સાથે સોંગના પ્રમોશન માટે સોનીપત અને કૈથલમાં પહોંચ્યો. આ દરમિયાન તેનું જોરદાર સ્વાગત થયું. 4 માર્ચ: રેપમાં વિવાદાસ્પદ બોલ, વિદ્યાર્થીનીઓને સ્કૂલ બેગ ફેંકતા બતાવવા અને રોડવેઝ બસોના ઉપયોગને લઈને વિવાદ શરૂ થયો. 5 માર્ચ: પાણીપત અને રોહતક સાથે સંકળાયેલા સંગઠનોએ મહિલા આયોગ અને બાળ સંરક્ષણ આયોગને ફરિયાદો મોકલી. 6 માર્ચ: પંચકુલામાં FIR નોંધાઈ. મહિલા આયોગે બાદશાહને સમન જારી કરીને 13 માર્ચે પાણીપતમાં હાજર થવા જણાવ્યું. 7 માર્ચ: પંચકુલામાં FIR નોંધાયા બાદ પોલીસે યુટ્યુબ પરથી ટટીરી સોંગ હટાવી દીધું. લગભગ 40 મિલિયન લોકો ગીત જોઈ ચૂક્યા હતા. 13 માર્ચ:મહિલા આયોગ સમક્ષ બાદશાહના વકીલ હાજર થયા. આયોગે 3 વાગ્યા સુધીની મહોલત આપી. ત્યારબાદ ધરપકડનો નિર્દેશ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની સિલેક્ટરે કહ્યું- બુમરાહ ઝડપી બોલિંગનો ઉસ્માન તારિક:બેટર્સને લયમાં આવવા દેતા નથી, ચાહકોનો જવાબ- આકિબ જાવેદ ક્રિકેટના જોની લીવર
    Next Article
    અંબાજી મંદિર વિવાદ મામલે રવિવારે પણ તપાસનો ધમધમાટ:પૂજારી-રસોયા સહિત 26ને પ્રાંત અધિકારીનું તેડું, 11 શખસો નિવેદન નોંધાવવા હાજર થયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment