Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથથી કોંગ્રેસનો ચૂંટણી શંખનાદ!:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત; દિગ્ગજોએ દર્શન કરી આશીર્વાદ લીધા; વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ

    8 hours ago

    કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સોમનાથથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. પક્ષના મોવડી મંડળે પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ સોમનાથ મહાદેવના મંદિરે જળાભિષેક અને પાઘ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આ સાથે જ વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું મુખ્યાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથ મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં મુકુલ વાસનિકે જણાવ્યું કે તેઓ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરશે. વાસનિકે ઉમેર્યું કે રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યકર્તાઓને સક્રિય બનાવી સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે, પવિત્ર સોમનાથથી પ્રચારની શરૂઆત કરીને કોંગ્રેસે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું આવનારી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો વધારવાનું સૂચવે છે.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2'એ રિલીઝ પહેલાં જ ₹27.13 કરોડ કમાયા:પેઇડ પ્રીવ્યુ શોની 5.38 લાખ ટિકિટ વેચાઈ; 'બાહુબલી 2' અને 'સ્ત્રી 2'ના રેકોર્ડ તોડ્યા
    Next Article
    "Not A Charity League": Bangladesh Star Hits Back At Salman Agha's 'Sportsmanship' Remark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment