Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમિર ખાનની પરફેક્ટ બર્થ ડે પાર્ટી:ગર્લફ્રેન્ડ ગૌરી, બંને પૂર્વ પત્નીઓ અને ત્રણેય બાળકો સાથે કેક કાપી; ક્રિકેટર ઇરફાન પઠાણે વીડિયો શેર કર્યો

    12 hours ago

    બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાને 14 માર્ચે પોતાનો 61મો જન્મદિવસ ઘરે પરિવાર અને નજીકના લોકો સાથે ઉજવ્યો. આ પ્રસંગે તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ, પૂર્વ પત્નીઓ રીના દત્તા, કિરણ રાવ અને બાળકો જુનૈદ, આયરા અને આઝાદ સહિત પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યા. સાથે જ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને તેની પત્ની પણ સેલિબ્રેશનનો ભાગ બન્યાં. આમિરે આખા પરિવાર સાથે બર્થ ડે ઉજવ્યો ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં આમિર કેક કાપતો જોવા મળી રહ્યો છે. ઇરફાને વીડિયો સાથે લખ્યું, 'આમિર ભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આયરા ખાનને અગત્સુ ફાઉન્ડેશન દ્વારા મેન્ટલ હેલ્થ માટે જાગૃતિ અને સપોર્ટ પર કામ કરતા જોઈને સારું લાગ્યું.' આમિરના જન્મદિવસ સેલિબ્રેશનની તસવીરો જુઓ- ચાહકો આમિરને મળવા પહોંચ્યા… આમિર ખાનનું વર્કફ્રન્ટ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લી વાર ફિલ્મ ‘સિતારે ઝમીન પર’માં જોવા મળ્યો હતો, જે ગયા વર્ષે 20 જૂન 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, તાજેતરમાં આમિર ખાન પ્રોડક્શન્સની ફિલ્મ 'એક દિન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં આમિરનો દીકરો જુનૈદ ખાન અને સાઉથ સ્ટાર સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મ 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. , 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' શૂટિંગ સમયે ઘડિયાળ જોતો નથી બોલિવૂડનો 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' કહેવાતો આમિર ખાન પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. લગભગ ચાર દાયકા લાંબી કારકિર્દીમાં તેણે ન માત્ર હિટ ફિલ્મો આપી છે, પરંતુ એક્ટિંગ અને વાર્તા કહેવાની રીતને પણ નવી દિશા આપી છે. 8 વર્ષની ઉંમરે ફિલ્મ ‘યાદોં કી બારાત’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કેમેરા સામે આવેલા આમિરે આગળ જતાં ‘લગાન’, ‘ગજની’, ‘3 ઈડિયટ્સ’ અને ‘દંગલ’ જેવી ફિલ્મોથી પોતાની અલગ ઓળખ બનાવી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Two weeks into war in West Asia, the 5 big takeaways from widening conflict
    Next Article
    ઈઝરાયલમાં ઈરાનના મિસાઈલ હુમલા શરૂ:UAE માટે અનેક ફ્લાઇટ્સ રદ, અમેરિકાએ ‘શાહેદ’ ડ્રોનની કોપીથી ફોલ્સ-ફ્લેગ હુમલા કર્યાનો ઈરાનનો દાવો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment