Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીલને જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવવા કાર્યકર્તાઓએ લાઇન લગાવી:ફરી ટિકિટ મળેની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા

    8 hours ago

    ગુજરાતના રાજકારણમાં ચર્ચાસ્પદ નવસારીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આવતીકાલે, 16 માર્ચના રોજ જન્મદિવસ છે. આ અવસરને વધાવવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરીથી ટિકિટ મળેની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા સુરત મહાનગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે ચૂંટણી થોડા સમયમાં જાહેર થશે અને તે પહેલા સી આર પાટીલનો જન્મદિવસ હોવાને કારણે અનેક પૂર્વ કોર્પોરેટરો સીઆર પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને પોતાને ફરીથી ટિકિટ મળે તેની લાલચે સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. આવતીકાલે દિલ્હી જવાના હોવાથી આજે જ શુભેચ્છાઓનો વરસાદ સામાન્ય રીતે રાજકીય નેતાઓના જન્મદિવસે મોટા પાયે આયોજનો થતા હોય છે, પરંતુ આ વખતે 16 માર્ચના રોજ દિલ્હી ખાતે સંસદનું સત્ર ચાલુ હોવાથી સી.આર. પાટીલ આવતીકાલે દિલ્હીમાં વ્યસ્ત રહેવાના છે. આ કારણોસર તેઓ આવતીકાલે પોતાના મતવિસ્તાર અથવા સુરત ખાતે હાજર રહી શકે તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યભરના કાર્યકરો, હોદ્દેદારો અને પ્રશંસકો આજે જ મોટી સંખ્યામાં તેમને રૂબરૂ મળીને જન્મદિવસની અગાઉથી શુભકામનાઓ પાઠવવા માટે ઉમટી પડ્યા છે. સવારથી જ તેમના નિવાસસ્થાન પર ફૂલહાર અને બુકે સાથે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે- પાટીલ સી.આર. પાટીલે હંમેશા પેજ સમિતિ અને મજબૂત સંગઠન સાથે છેવાડાના માનવી સુધી પહોંચવા પર ભાર મૂક્યો છે. આ વર્ષે પણ તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે કાર્યકરોને એક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારના ભવ્ય આયોજનો, હોર્ડિંગ્સ કે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવાને બદલે, આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે. બ્લડ ડોનેશન કેમ્પ, અનાજની કિટનું વિતરણ જેમાં ઠેર-ઠેર બ્લડ ડોનેશન કેમ્પ યોજીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવી.જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવું અથવા ભોજન કરાવવું. વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણની જાળવણી કરવી. તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવું જોઈએ. સી.આર. પાટીલ ભારતની લોકસભામાં સૌથી વધુ લીડથી જીતનાર સાંસદોમાં સ્થાન ધરાવે છે. તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંગઠનને આધુનિક બનાવ્યું છે અને ડિજિટલ ડેટાબેઝ દ્વારા કાર્યકરોને સીધા નેતૃત્વ સાથે જોડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આલિયાએ પ્રેગ્નેન્સીમાં એક્શન સીન કર્યાં:નેપોટિઝમ પર ટ્રોલ થઈ, એક્ટિંગના જોરે નેશનલ એવોર્ડ સહિત 6 ફિલ્મફેર એવોર્ડ જીતી નૂતન-કાજોલના રેકોર્ડ તોડ્યા
    Next Article
    Man arrested for murdering live-in partner in Bengaluru, staging it as suicide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment