Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો:ધારાસભ્ય હસમુખ પટેલ વિરુદ્ધ કાર્યકરોનો બળવો; 'વિકાસના કામો કરતાં અંગત અદાવતમાં વધુ રસ' સહિત હિટલરશાહીના વ્હોટ્સએપ મેસેજ વાઇરલ

    8 hours ago

    અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેમાં અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે કાર્યકરોએ મોરચો માંડ્યો છે. ભાજપના જ એક વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય પર 'હિટલરશાહી' ચલાવવાનો, સિનિયર કાર્યકરોની અવગણના કરવાનો અને લોકસેવાને બદલે અંગત અદાવત રાખવાના ગંભીર આક્ષેપો સાથેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. NRI યુવકને માર મારવાથી લઈને સોસાયટીઓના રોડના કામ અટકાવવા સુધીના વિવાદોમાં ઘેરાયેલા ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ કાર્યકરોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો આંતરિક વિખવાદ નહીં શમે તો આગામી ચૂંટણીમાં ભાજપને જ હારનો સામનો કરવો પડી શકે છે. ડો. હસમુખ પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ ન કર્યો ચૂંટણીમાં જીત માટે ટક્કરવાળી તેમજ કોંગ્રેસના વોટબેંકવાળી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભામાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ હવે ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના વિવાદો અને તેમની કાર્યશૈલીથી વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ છે. ધારાસભ્ય પોતાની મનમાની કરી રહ્યા હોવાની અને સિનિયર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મુદિદે અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. અમરાઈવાડી વિધાનસભાના પ્રભારીનું ઘટનાથી અજાણ હોવાનું નિવેદન અમરાઈવાડી વિધાનસભાના ભાજપના પ્રભારી હેમંત મગરેનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરી આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું આ ગ્રુપમાં નથી મને આ સ્ક્રીનશોટ વાઇરલ થયા છે તે અંગે કોઈ જાણ નથી. આપણે આ બધી રૂબરૂમાં મળીને ચર્ચા કરીશું એમ કહી અને ફોન કાપી નાખ્યો હતો. જ્યારે અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડના પ્રભારી હાર્દિક રાવલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારા ધ્યાન ઉપર આવી કોઈ બાબત આવી નથી. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના 'Team BJP Amraiwadi' નામથી ચાલતાં વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓની નારાજગી અંગેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે... અત્યારે અમરાવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે. કાર્યકર્તાઓને કોઇ સાંભળવા માટે રાજી છે જ નહીં. જો તમે સામે બોલો, સામે પડો તો તમારી ઉપર તરત એક્શન લેવામાં આવે છે. સિનિયર કાર્યકર્તા પ્રશ્નની ચર્ચા પ્રભારી સાથે કરે છે અને ચર્ચાનો નિકાલ નથી આવતો.સિનિયર કાર્યકર્તાનુ નિવેદન એ છે કે પ્રભારી તેમની વાત સાંભળતા નથી. ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબધ્ધ પાર્ટી છે તો સંગઠનમાં સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને પ્રભારી અવગણી દે તે વ્યાજબી કહેવાય ખરું?, અન્ય કાર્યકર્તાઓને પણ જાણ થવી જ જોઈએ કે સત્ય શું છે? સત્યની તપાસ થવી જ જોઈએ. આ આખા વિષયમાં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને અવગણવામાં પ્રભારીને શું રસ હોઈ શકે?, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, પ્રમુખ, મહામંત્રી, પૂર્વ પ્રમુખ - મહામંત્રી, વરિષ્ઠ કાર્યકર્તા શકે અન્ય કાર્યકર્તા જેવા કોઈપણ આગેવાનને સમજ પડે તો અમને સમજાવવા વિનંતી છે. 'મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું' કાર્યકર્તાઓએ રોષ ઠાલવતાં લખ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા છીએ. પાર્ટી માટે કારખાનામાંથી દિવસ પાડીને પ્રચાર કરતા હોય તેમજ પાર્ટીના હિત માટે કાર્યો કરતા હોય. નવા નવા યુવા કાર્યકતાનું જોડાણ કરતા હોવાની આ બધી મેહનત કર્યા પછી જો તમને કોઇ હોદ્દેદાર જવાબ ના આપે તો કોની પાસે અપેક્ષા રાખીએ...?, સાહેબ નકરું બસ ભરવા અને ભીડ ભેગી કરવા કાર્યકર્તા નથી બન્યા. મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું. લોકસેવામાં હાજર રહેવું પડે, લોકોને મળવું પડે, લોકોની સમસ્યા ગંભીરતાથી લઇને એનું સમાધાન કરવું પડે. 'કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું' અત્યંત ખેદ સાથે જણાવવું પડે છે કે, ચૂંટણી જીત્યા બાદ આપને જનતાના કામોમાં કે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ હોય તેવું જણાતું નથી. ચૂંટાયા પછી આપ કોઈપણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. તેના બદલે, એવું જોવા મળી રહ્યું છે કે, આપનો સમય જે લોકો આપને પસંદ નથી, તેમને હેરાન પરેશાન કરવામાં વધુ ફાળવી રહ્યા છો. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિનું કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું. અમે આશા રાખીએ છીએ કે, આપ આ વલણ બદલીને જનતાના પડતર પ્રશ્નો અને વિસ્તારના વિકાસ પર ધ્યાન આપશો અને ટૂંક સમયમાં જ રહીશોની મુલાકાત લેશો. એસી કારમાં રહેનારા તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજે ભાજપના પૂર્વ કોર્પોરેટર અશોકભાઈએ ગ્રુપમાં લખ્યું હતું કે, આજરોજ મેં ઇન્દ્રપુરી વોર્ડના કાર્યકર્તાઓ વિશે પ્રભારીને ચર્ચા કરતા ચર્ચાનો કોઇ નિકાલ ના કર્યોને પ્રભારીએ કોઈ સારી રીતે જવાબ મને આપ્યો નથી. પ્રભારી કોઈની વાત સાંભળતા નથી તો પ્રભારીને મારી વિનંતી છે કે વોર્ડની અંદર જે પ્રોબ્લેમ હોય તેનો ઉકેલ લાવો અને સિનિયર કાર્યકર્તાઓનું કોઇપણ અપમાન કરે તે ચલાવી લેવાના નથી. સત્યની તપાસ કરો અને સાચું કહો કોઇપણ કાર્યકર્તાઓનું સન્માન ધવાય તે ચલાવી લેવામાં નહિ આવે. ગ્રુપમાં મહિલા કાર્યકર્તાઓએ પણ બળાપો કાઢતા કહ્યું હતું કે, બે મહીનાની આવેલાને હોદ્દા ઉપર બેસાડી દે છે અને વર્ષોની મજૂરી કોઈને દેખાતી નથી. એસી ઓફિસ અને એસી કારમાં રહેનારા આ તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજે છે. જુગાર-દારૂના અડ્ડા બંધ કરાવવાની અનેક રજૂઆતોનું નિરાકરણ નહીં અમરાઈવાડી વિધાનસભામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓને બંધ કરાવવા માટે પણ ભાજપના ધારાસભ્યને ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ અવારનવાર ચર્ચા કરી હોય તેવી ચર્ચા પણ ગ્રુપમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમરાઈવાડી વિસ્તારમાં ચાલતા દેશી અને ઇંગલિશ દારૂના અડ્ડાઓના લિસ્ટનો ફોટો પણ કોઈ વ્યક્તિ દ્વારા મૂકવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આક્ષેપ પણ કર્યો હતો કે, આ ધંધાઓ ચાલે છે જે અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. NRIને માર માર્યો હોવાની ઘટનાને લઈને પણ હસમુખ પટેલ વિવાદમાં અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો સામે આવ્યા છે. જેમાં તાજેતરમાં જ એક NRI યુવકને એક સામાન્ય અકસ્માત બાબતે કોઈ તેમના ઓળખીતા સાથે બોલાચાલી થઈ હતી. એ બોલાચાલી બાબતે NRI યુવકને બોલાવીને તેમની જ ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સમાધાન કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી હતી. ધારાસભ્ય હોવાને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાની ચર્ચા પણ જાગી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ મોટાભાગના કાર્યકર્તાઓ નારાજ ભાજપના આંતરિક સૂત્રોમાં ચર્ચા જાગી છે કે, ભાજપના નેતા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈની જગ્યામાં તેમના માણસોને બેસવા માટે એક કન્ટેનર મૂકવામાં આવેલું હતું. તે કન્ટેનરને પણ ધારાસભ્ય ડો. હસમુખ પટેલ દ્વારા હટાવવાવામાં આવ્યું છે. તેમજ ઉનાળામાં પાણીની પરબ બનાવવામાં આવી છે જેમાં એક છાપરું બનાવવામાં આવ્યું હતું જે પણ તોડાવી નાખવામાં આવ્યું હોવા અંગેની ચર્ચા ચાલી રહી છે. જેમાં ધર્મેન્દ્ર પટેલ અને ધારાસભ્ય વચ્ચે આંતરિક વિખવાદ થયો છે. અમરાઈવાડી વિધાનસભાના કેટલાક કાર્યકર્તાઓથી લઈને નેતાઓ પણ હવે ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય ટિકિટ અપાવી દેશે જેની લાલચ રાખીને તેમના પક્ષમાં બોલી રહ્યા છે, પરંતુ મોટાભાગના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ અણબનાવને લઈ વિવાદમાં તાજેતરમાં જ બીજો એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં ભાજપના યુવા કાર્યકર્તાની સોસાયટીમાં બજેટમાં આપવામાં આવેલા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નહોતું. અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડમાં સુરેલીયા એસ્ટેટ પાસે આવેલી દિવ્યકુંજ સોસાયટીમાં ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ રહેલા અણબનાવને લઈને સોસાયટીના રોડનું કામ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું હતું. ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જે સોસાયટીના ચેરમેન પણ છે તેમના કારણે ખાતમુહૂર્ત કર્યું નહીં અને સોસાયટીના રોડનું કામ પણ અટકાવી દીધું હતું. સોસાયટીના ચેરમેનને લેટરપેડ લઈને આવવા માટે ધારાસભ્યએ કહ્યું છે ત્યારબાદ જ કામ ચાલુ થશે. અમરાઈવાડીમાં આવેલા એક એસ્ટેટનો મુદ્દો પણ ખૂબ ગાજ્યો હતો વર્ષો જુના એસ્ટેટમાં કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં રોડ કપાત આવતો હતો જેથી ઘણા બધા એસ્ટેટના શેડ તૂટતા હતા. જેને લઈને એસ્ટેટના વેપારીઓ દ્વારા અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્યને વાત કરી હતી. જેમાં ધારાસભ્ય દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીં અને એસ્ટેટની જગ્યાને બચાવવાની જગ્યાએ તોડવાની વાત કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી સુધી વેપારીઓએ રજૂઆત કરવી પડી હતી અને ત્યારબાદ તોડવાની બાબતને મોકો રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પણ ધારાસભ્યનો જ હાથ હોવાની ચર્ચા જાગી હતી. ઉલ્લેખનીય છે કે, અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યા છે. તેમ છતાં પણ ભાજપના મોવડી મંડળ દ્વારા આ બાબતે કોઈ નોંધ લઈ વિવાદ શાંત કરવામાં આવ્યો નથી. ભાજપના નેતાઓએ પણ તેમના વિવાદ વિશે તેમને અનેક વખત પૂછ્યું છે, પરંતુ શા માટે આ પ્રકારે ભાજપના ધારાસભ્યના વિવાદને ભાજપના જ પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખ અને પ્રભારી છાવરી રહ્યા છે તે અંગે ભાજપના જ કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    Bahrain and Saudi Arabia GPs in Formula 1 called off amid war in West Asia
    Next Article
    The Geometry of Truth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment