Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સમાચાર એક્સક્લુઝીવ:સરકારને અંગ્રેજીનું વળગણ, માતૃભાષાનો છોછ

    8 hours ago

    એક તરફ સરકાર અંગ્રેજી તરફની આંધળી દોડમાંથી લોકોને બહાર કાઢવા શિક્ષણ અને સરકારી કામકાજમાં માતૃભાષા ગુજરાતીના ઉપયોગ પર ભાર મૂકી તેની માટેના કાયદાઓ પણ બનાવ્યા છે. ત્યારે બીજી તરફ ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં મહેસૂલી અધિકારી કર્મચારીઓને અંગ્રેજી તાલીમ આપી રહ્યા છે. અંગ્રેજી તાલીમ પણ અધિકારી કર્મચારીઓની ઈચ્છા મુજબ નહીં પરંતુ ફરજિયાત 80 કલાક ટ્રેનિંગ લેવાની રહેશે. માતૃભાષાનો આગ્રહ સરકાર કાગળ પર કરી રહી છે, અને સરકારનું જ અંગ્રેજી પાછળના વળગણનો ચુસ્તપણે અમલ પણ શરૂ કરી દીધો છે. ગુજરાત રાજ્યની રચના થયા બાદ, રાજ્ય સરકારે પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરી રાજ્યની રાજભાષા ગુજરાતી અને દેવનાગરી લિપિમાં હિન્દી રાખવાનું જાહેર કર્યું છે. પરિપત્રો દ્વારા સરકારી કચેરીઓમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટે સૂચનાઓ પણ આપતા હોય છે. ધ ગુજરાત ઓફિશિયલ લેંગ્વેજ એક્ટમાં પણ ગુજરાતી ભાષાના વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને નવી શિક્ષણ પદ્ધતિમાં પણ ગુજરાતી વિષય ફરજિયાત કરાવ્યો છે. સરકાર ગુજરાતી ભાષાની ઉપયોગીતા વધારવા માટે નીતિ નિયમો અને કાયદાઓ ઘડે છે પરંતુ તેના અમલીકરણને ચુસ્ત બનાવવાને બદલે શુષ્ક થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા SCOPE મારફત મહેસુલ વિભાગના કર્મચારી અધિકારીઓ માટે ઇંગ્લીશ એક્સેલેન્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જેમાં ભાવનગર સહિત રાજ્યભરના મહેસુલ વિભાગના કર્મચારીઓએ પ્રિ ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ તેમજ 80 કલાકની ટ્રેનિંગ ફરજિયાત કરવા હુકમ કર્યો છે. અને તેની ફી પ્રતિ કર્મચારી દીઠ રૂ.6,450 નોન રિફન્ડેબલ રાખવામાં આવી છે. જે લાખો રૂપિયા સરકાર ચૂકવશે. સરકારી અધિકારી કર્મચારીઓને અંગ્રેજીની તાલીમ અપાવવા માટે લાખો રૂપિયાનું આંધણ કરશે, પરંતુ ગુજરાતી ભાષાના જ્ઞાન અને વપરાશ વધારવા માટે કોઈ પ્રયાસ કરાતો નથી. ચૂંટણી, વસ્તી ગણતરી, ખાતાકીય પરીક્ષા વચ્ચે હવે અંગ્રેજી તાલીમ મહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે 80 કલાક ફરજિયાત તાલીમનું આયોજન કર્યું છે. જે તાલીમ ઓફિસ સમય પહેલા અથવા પછી બબ્બે કલાક આપવામાં આવી રહી છે. આગામી ચૂંટણી અને વસ્તી ગણતરીની કામગીરીનો બોજ કર્મચારીઓ પર છે ત્યારે અંગ્રેજી તાલીમ માટે 80 કલાકની હાજરી આપવા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે. નેશનલ એજ્યુકેશન પોલીસીમાં પણ ફરજિયાત માતૃભાષા અંગ્રેજી પાછળની આંધળી દોડમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા પણ નવી શિક્ષણ પદ્ધતિમાં માતૃભાષા પર ભાર મૂકી ધોરણ એક થી આઠમાં ફરજિયાત ગુજરાતી વિષયનો સમાવેશ કરવા 2023થી કાયદાની જોગવાઈ મુજબ અમલ કર્યો છે. અને જો તેમ ન થાય તો બે લાખ સુધીના દંડની પણ જોગવાઈ છે. સરકારના પરિપત્ર મુજબ અંગ્રેજી તાલીમ આપવામાં આવે છે સરકારના પરિપત્ર મુજબ SCOPE દ્વારા તમામ કચેરીના કર્મચારીઓ અધિકારીઓને અંગ્રેજી શ્રેષ્ઠતા તાલીમ આપવામાં આવી રહી છે. જુદી જુદી કચેરીઓના તબક્કાવાર આયોજન થઈ રહ્યા છે. કર્મચારીની ફી સરકારની ગ્રાન્ટમાંથી ચૂકવાશે. > એન.ડી.ગોવાણી, નિવાસી અધિક કલેકટર ભાવનગર જિલ્લાના 368 કર્મચારીઓ અંગ્રેજીની તાલીમ લેશે SCOPEના અંગ્રેજી તાલીમ અંતર્ગત ભાવનગર જિલ્લાના 368 અધિકારી કર્મચારીઓ 80 કલાકની ટ્રેનિંગ લેશે. નાયબ કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસુલી તલાટી ભાવનગર શહેર ઉપરાંત સિહોર, તળાજા મહુવા અને પાલીતાણા ખાતે અંગ્રેજીની તાલીમ મેળવશે. શું છે ગુજરાત ઓફિસિયલ લેંગ્વેજ એક્ટ? ગુજરાત ઓફિસિયલ લેંગ્વેજ એક્ટ 1960ની કલમ 2 માં પણ સ્પષ્ટ રીતે ગુજરાતી ભાષાના વપરાશ માટે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે, રાજ્ય સરકાર સમયાંતરે સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા સ્પષ્ટ કરેલા હેતુઓ સિવાય ઉપયોગ કરાશે. પરંતુ રાજ્ય સરકાર સત્તાવાર ગેઝેટમાં સૂચના દ્વારા જાહેર કરી શકે છે કે, હિન્દીનો ઉપયોગ ફક્ત એવા સત્તાવાર હેતુઓ માટે જ કરવામાં આવશે જે સૂચના દ્વારા સ્પષ્ટ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    War has hit all segments of India’s oil, gas imports. So why is stress most visible in LPG sector?
    Next Article
    સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પોલીસ વડા:સુરત ડાયમંડ બુર્સની રાજ્યના પોલીસ વડાએ મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment