Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંબુ આયુષ્ય ઈચ્છો છો?:આજથી જ જમવામાં કઠોળને સામેલ કરો; જાણો આ સુપરફૂડના હેલ્થ બેનિફિટ્સ, કોણે ન ખાવું જોઈએ

    8 hours ago

    શું તમે બીન્સ એટલે કે કઠોળ ખાઓ છો? ખાતા તો હશો, પણ શું તમને ખબર છે કે કઠોળ એક સુપરફૂડ છે એટલે કે હેલ્ધી મીલનો 'રોકસ્ટાર'. તે પ્રોટીન, ફાઈબર, આયર્ન અને ઘણા જરૂરી મિનરલ્સનો સારો સ્ત્રોત છે. તેમાં ઝીંક અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. કઠોળ ગટ હેલ્થને સુધારે છે. શુગર અને કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. અમેરિકન સોસાયટી ફોર ન્યુટ્રિશનના સમિટ ‘ન્યુટ્રિશન 2025’માં રજૂ કરાયેલા એક અભ્યાસમાં સામે આવ્યું કે, રોજ 1 કપ કઠોળ (કાળા બીન્સ અથવા છોલે) ખાવાથી કોલેસ્ટ્રોલ અને ઇન્ફ્લેમેશન ઓછું થાય છે, જે હૃદય અને મેટાબોલિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી આજે કામના સમાચારમાં જાણીશું કે- નિષ્ણાત: ડો. અમૃતા મિશ્રા, સીનિયર ડાયટિશિયન, દિલ્હી પ્રશ્ન- કઠોળને લાંબા આયુષ્યનો ખોરાક શા માટે કહેવામાં આવે છે? જવાબ- તે પોષણથી ભરપૂર, પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીનનો એવો સ્ત્રોત છે, જે વિશ્વના તમામ પાંચ ‘બ્લુ ઝોન’ના (એવા પ્રદેશો જ્યાં લોકોની સરેરાશ ઉંમર 100 વર્ષથી વધુ હોય છે) રોજિંદા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા અભ્યાસો અનુસાર, જો કોઈ વ્યક્તિ દરરોજ ઓછામાં ઓછા અડધો કપ કઠોળ ખાય છે, તો તેની ઉંમર સરેરાશ ચાર વર્ષ સુધી વધી શકે છે. વર્ષ 2023માં ‘એડવાન્સ ઇન ન્યુટ્રિશન’ જર્નલમાં પ્રકાશિત એક મેટા-એનાલિસિસ અનુસાર, દરરોજ 50 ગ્રામ કઠોળ ખાવાથી અકાળે મૃત્યુનું જોખમ લગભગ 6% સુધી ઘટી જાય છે. આમાં 10 લાખથી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન- કઠોળ (બીન્સ) કેટલા પ્રકારના હોય છે? જવાબ- કઠોળ ઘણા પ્રકારના હોય છે. તેમને તેમના ઉપયોગ અને રાંધવાની રીતના આધારે સમજી શકાય છે. કઠોળ (સૂકા બીન્સ) સૌથી સામાન્ય હોય છે. તેમને ખાતા પહેલા પલાળીને સારી રીતે રાંધવા જરૂરી છે, જેથી તે નરમ થઈ જાય અને પચવામાં સરળ રહે. ફ્રોઝન બીન્સ પહેલાથી રાંધેલા હોય છે, જેને ફક્ત ગેસ અથવા માઇક્રોવેવમાં હળવા ગરમ કરીને ખાઈ શકાય છે. દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતા કેટલાક લોકપ્રિય કઠોળને ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- કઠોળની ન્યૂટ્રિશનલ વેલ્યુ શું હોય છે? જવાબ- કઠોળ પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને ફોલેટનો ઉત્તમ સ્ત્રોત છે. સાથે જ તેમાં સોડિયમ ઓછું હોય છે અને તે સંપૂર્ણપણે કોલેસ્ટ્રોલ-ફ્રી હોય છે. જોકે, કઠોળની ન્યૂટ્રિશનલ વેલ્યુ તેના પ્રકાર મુજબ થોડી બદલાઈ શકે છે. 100 ગ્રામ રાંધેલા કઠોળમાં સરેરાશ આટલા પોષક તત્વો હોય છે. પ્રશ્ન- કઠોળના હેલ્થ બેનિફિટ્સ શું છે? જવાબ- કઠોળ પોષણથી ભરપૂર ફૂડ છે, જેને રોજિંદા આહારમાં સામેલ કરી શકાય છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનું સારું સંતુલન હોય છે. તેથી તેને સુપરફૂડ પણ માનવામાં આવે છે. ગ્રાફિકથી તેના હેલ્થ બેનિફિટ્સ સમજીએ- પ્રશ્ન- કઠોળ હૃદયને સ્વસ્થ રાખવામાં કેવી રીતે મદદરૂપ છે? જવાબ- તેમાં સોલ્યુબલ (દ્રાવ્ય) ફાઇબર ભરપૂર હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે. આનાથી ધમનીઓમાં ચરબી (પ્લાક) જમા થવાનું જોખમ ઓછું થાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. કઠોળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ જેવા જરૂરી મિનરલ્સ પણ હોય છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે અને શરીરમાં સોજાને ઘટાડે છે. પ્રશ્ન- શું ડાયાબિટીસના દર્દીઓ કઠોળ ખાઈ શકે છે? જવાબ- હા, ડાયાબિટીસના દર્દીઓ કઠોળ ખાઈ શકે છે અને તે તેમના માટે ફાયદાકારક પણ છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અનુસાર, ડાયાબિટીસના દર્દીઓએ તેમના ભોજનમાં સૂકા બીન્સ જેમ કે રાજમા અથવા પિન્ટો બીન્સ (ચિત્રા રાજમા)નો સમાવેશ કરવો જોઈએ. પ્રશ્ન- ઘેરા રંગની કઠોળ હળવા રંગની કઠોળની સરખામણીમાં વધુ ફાયદાકારક કેમ માનવામાં આવે છે? જવાબ- તેમાં એન્ટીઑકિસડન્ટ્સનું પ્રમાણ વધુ હોય છે. પોઈન્ટર્સથી સમજીએ- પ્રશ્ન- રોજ કેટલી માત્રામાં કઠોળ ખાવા જોઈએ? જવાબ- 2020-2025ની અમેરિકન ડાયેટરી ગાઈડલાઈન્સ અનુસાર, અઠવાડિયામાં 1 થી 3 કપ કઠોળ અને વટાણા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તેને દૈનિક માત્રામાં સમજીએ, તો તે લગભગ અડધો કપ (½ કપ) કઠોળ પ્રતિદિન બરાબર થાય છે. પ્રશ્ન- કોણે કઠોળ ન ખાવા જોઈએ? જવાબ- જે લોકોને ગેસ, પેટ ફૂલવું કે એસિડિટીની ફરિયાદ રહે છે, તેમને કઠોળ ખાવાથી પરેશાની થઈ શકે છે. ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (IBS) કે નબળા પાચનવાળા લોકોમાં કઠોળથી પેટમાં દુખાવો, ખેંચાણ કે ઝાડાની સમસ્યા થઈ શકે છે. જેમને કિડની સ્ટોન, ખાસ કરીને યુરિક એસિડ કે ઓક્ઝલેટ સ્ટોનની સમસ્યા છે, તેમને પણ મર્યાદિત માત્રામાં જ કઠોળ ખાવા જોઈએ. આ ઉપરાંત, કાચા કે અધકચરા કઠોળ ક્યારેય ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો જેવી તકલીફો થઈ શકે છે. પ્રશ્ન- રોજિંદા આહારમાં કઠોળનો સમાવેશ કરવાનો સૌથી સરળ અને ઉપયોગી રસ્તો કયો છે? જવાબ- મુદ્દાઓથી સમજીએ-
    Click here to Read More
    Previous Article
    Canadian doctor lists four surprising things that can spike your blood sugar — even if you haven’t eaten anything
    Next Article
    સંકટ સમયે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી!:ગણતરીની મિનિટોમાં 'ઇમરજન્સી લોન' મેળવો, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા; ફ્રોડ એપ્સથી બચવાની ટિપ્સ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment