Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:વલસાડમાં યુવક મસ્જિદે ગયો અને બાઈક ચોરાઈ

    17 hours ago

    વલસાડમાં રહેતો એક મુસ્લિમ બિરાદર સ્ટેડિયમ રોડ પર પાર્ક કરેલી બાઇક કોઇ ચોર ઇસમ ઉઠાવી જવાની ફરિયાદના આધારે સિટી પોલીસે 150 સીસીટીવી ફુટેજો ચેક કરી ગણતરીના કલાકોમાં શહેરના હાલર રોડ પરથી ઝડપી પાડી બાઇક કબજે લીધી હતી.આ ઇસમ ભૂજમાં પણ વાહનચોરીમાં સંડોવાયો હતો. વલસાડમાં વાહનચોરીના કેસોમાં ફરિયાદીઓ પર આવી પડતી મુસીબતોને ધ્યાને લઇ જિલ્લા પોલીસ સતત સક્રિય ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહી છે.વલસાડમાં 11 માર્ચ 2026ના રોજ નાનાતાઇવાડ રાહિલ એપા.ના રહીશ મોહંમદ અસગર સુલેમાન રાયન રમઝાન માસ ચાલતો હોય બેચર રોડ ફાતિમા મસ્જીદમાં નમાઝ પઢવા જવા પોતાની બાઇક ભાટિયા મોબાઇલ દૂકાનની બહાર પાર્ક કરી હતી.નમાઝ પઢીને બહાર આવી પાર્ક કરેલી બાઇક લેવા જતાં ગાયબ જણાઇ હતી. આ અંગે તેમણે બાઇક ચોરીની ફરિયાદ સિટી પોલીસ મથકમાં નોંધાવતાં પીઆઇ દિનેશ પરમારના નેતૃત્વમાં પીએસઆઇ શીબાન થોમસ તથા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.જેમાં ચોરીમાં ગયેલ બાઇક ધરમપુર ચોકડીથી લઇ અતુલ વિસ્તાર તથા વલસાડ સિટી વિસ્તારમાં જણાતા 12 માર્ચે સિટી પોલીસના સર્વેલન્સ કર્મચારીઓને ચોરીની આ બાઇક લઇને એક ઇસમ વલસાડ હાલર યશ બેંકથી સર્કિટ હાઉસ જતાં રોડ નિલકંઠ સોસાયટી પાસે ઉેભેલો હોવાની ખાનગી બાતમી મળી હતી. ભૂજથી ચોરેલી કાર વલસાડમાં મળી પુછપરછ કરતા આ ઇસમ ઇકબાલ મજોઠી ઉ.42 રહે.ભૂજ કેમ એરિયા મજોઠી સમાજની વાડીની બાજૂમાંનો હોવાનું બહાર આવ્યું હતું અને તેણે સમખીયાળી,પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો કાર ચોરી કરીને ભૂજથી વલસાડ લાવ્યો હતો તેવુ જણાવ્યું હતું અને આ ઇકો કાર બંધ પડી જતાં વલસાડ કચેરી રોડ પર ઇકો કારને રિકવર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નિમણૂક:રોટેશન બાદ જિલ્લાની 6 પાલિકાની ચૂંટણી માટે અધિકારીઓ નિમાયા
    Next Article
    તંત્ર નિંદ્રાધીન:વલસાડના સહયોગ નગરમાં રોડ ખોદી 1 માસથી છોડી દેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment