Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠાકરશી રબારીને દીકરી પરત અપાવવા ચૌધરી મા-બાપની વિનંતી:ભાભરના રૂણીની માતાએ કહ્યું,ઉણનો રબારી મારી દીકરીને ઉપાડી ગયો, કિંજલ રબારીને પરત સોંપાતા વીડિયો વાઈરલ કર્યો

    8 hours ago

    રાજ્યમાં બહુચર્ચિત થયેલા કિંજલ રબારીના પ્રેમપ્રકરણમાં ઘીના ઠામમાં ઘી પડ્યુ છે. ત્યારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં વીડિયો વાયરલ કરીને ચૌધરી માતા-પિતાએ દીકરીને પરત મેળવવા માટે ઠાકરશી રબારીને વિનંતી કરી છે. માતાએ રડતા-રડતા કહ્યું છે કે ઉણ ગામનો રબારીનો દીકરો ઉપાડી ગયો છે અને તેને ઘરે લાવી આપો. બનાવ શું છે? વાવ-થરાદના ભાભર તાલુકાના રૂની ગામેથી બે વર્ષ અગાઉ ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજના દીકરો ભગાડી ગયાનો આરોપ લાગ્યો છે. દીકરીના પરિવારે પોલીસમાં જાણવાજોગ પણ ફરિયાદ આપી હતી. અને દીકરીને પરત મેળવવા માટે ઉણ ગામે પણ ગયા હતા. પણ તેમને સહકાર ન મળ્યાનું દીકરીના પિતાએ જાણાવ્યું છે. હવે ઠાકરજી રબારીએ એક દીકરીને તેના પરિવાર સાથે મિલન કરાવતા તેમને પણ તેમની દીકરી સાથે મિલન કરાવવા વિનંતી કરી છે. દીકરીના પિતાએ શું કહ્યું? દીકરીના પિતા જગમાલભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, બે વર્ષ અગાઉ કાંકરેજના ઉણ ગામનો માદેવભાઈ રબારી તેમની સગીર દીકરીની ભગાડી ગયો છે. તેઓ સંબંધીના ત્યાં બેસણામાં ગયા ત્યારે ઘટના બની હોવાનું જણાવ્યું છે. સાથે તેઓ બે દિવસ ઉણ ગામે પણ ગયા પણ કોઈ સહકાર આપ્યો ન હોવાનો પર આરોપ લગાવ્યો છે. રબારી સમાજની દીકરીની અન્ય સમાજમાં આવતા તેને પાછી મોકલી છે. તો મારી દીકરીને પણ પરત મોકલી આપવા રબારી સમાજને વિનંતી કરી છે. દીકરીના પિતાની ઠાકરશીને વિનંતી જગમાલભાઈ ચૌધરીએ ઠાકરશી ભાઈને વિનંતી કરતા જણાવ્યું કે,તેઓ તેમના વીડિયો જોયા છે. અને બધાને મદદ કરે અને સેવાભાવી માણસ છે. તેઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ઉણ ગામનો રબારી અમને ગાંઠતો નથી.અમારી જમીન પણ ગીરવે પડી છે. તો મહેરબાની કરીને અમને મદદ કરો. દીકરીની માતા હજુ પણ રડે છે દીકરીની માતાએ રડતા રડતા કહ્યું કે, તેઓ પિયરમાં સામાજિક પ્રસંગમાં હતા ત્યારે તેમની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી ગયો છે. તો રબારી સમાજના આગેવાનો તેમને તેમની દીકરી પરત આપવામાં મદદ કરે તેવી વિનંતી કરી છે. 2024માં નોંધાઈ હતી ફરિયાદ બે વર્ષ અગાઉ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 31/03/2024ના રોજ જગમાલભાઈ ચૌધરી તેમના દીકરી અને દીકરા સાથે ઘરે હતા અને તેમના પત્ની પિયર ગયા હતા. રાત્રે તેઓ ઉંઘમાંથી જગ્યા તો તેમની દીકરી કંકુબેન ઘરમાં હાજર ન હતી. તેમને આસપાસ તપાસ કરી, પણ કંકુની ભાળ મળી ન હતી. આખરે તેમણે 01/04/2024ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં 18 વર્ષની કુંકુબેનની ગુમ થયાની જાગવાજોગ ફરિયાદ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    Pakistan cricket crisis: Aaqib Javed stands by Babar Azam selection, launches probe Into Fakhar Zamaan injury mystery
    Next Article
    Dahod LPG Shortage | LPG કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દાહોદ રેલવે કેન્ટીન બંધ કરવી પડી | Canteen

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment