Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસનું છાણાં અને ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન:'હાય રે ભાજપ હાય હાય' ના નારા લગાવ્યાં, ​જૂનાગઢમાં મોંઘવારી સામે કોંગ્રેસની મહિલાઓ મેદાને​

    12 hours ago

    દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવને પગલે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર, આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના આઝાદ ચોક ખાતે ભાજપ સરકારની આર્થિક નીતિઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને મહિલા પાંખે હાથમાં ગેસના બાટલા, કુકર અને તગારામાં છાણાં લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. ભાવમાં તોતિંગ વધારાથી ​ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: હેમાબેન રૂપારેલિયા ​જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે રાંધણ ગેસના બાટલાના ભાવ ₹920 સુધી પહોંચી ગયા છે, જે ₹1000ની નજીક છે. મોંઘવારી કુદકે ને ભૂસકે વધી રહી છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સવારથી સાંજ સુધીની તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે, છતાં સત્તાધીશો ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ​સ્મૃતિ ઈરાની અને મોદી સરકાર પર આકરા પ્રહાર ​વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ ભૂતકાળની યાદ અપાવતા કહ્યું હતું કે, જ્યારે યુપીએ સરકાર વખતે ગેસના ભાવ અત્યાર કરતા ઘણા ઓછા હતા, ત્યારે સ્મૃતિ ઈરાની રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા. આજે જ્યારે ભાવ બેફામ વધ્યા છે ત્યારે સ્મૃતિજી અને મોદીજી ક્યાં છે? વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર સામાન્ય માણસની થાળીમાંથી રોટલો છીનવી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. અન્નક્ષેત્રો, હોટલો અને મંદિરોના રસોડા પર સંકટ ​હેમાબેને વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર ઘર જ નહીં પરંતુ વધતી મોંઘવારી અને ગેસ-તેલના ભાવ વધારાને કારણે અન્નક્ષેત્રો, હોટલો અને મંદિરોના રસોડા પણ પ્રભાવિત થયા છે. અનેક જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિઓ બંધ થવાના આરે છે. જો સરકાર સત્વરે ગેસના બાટલા અને ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નહીં કરે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ​'હાય રે મોંઘવારી' ના નારા લગાવ્યાં આજના આ વિરોધ પ્રદર્શનમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અનેક હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને ભાજપ સરકારના પૂતળા દહન જેવો માહોલ સર્જી 'હાય રે મોંઘવારી' ના નારા સાથે આખું વાતાવરણ ગજવી મૂક્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં લોક અદાલત યોજાઈ:12,049 કેસનો નિકાલ, રૂ. 26.35 કરોડનું સેટલમેન્ટ થયું
    Next Article
    કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમામાં આગ:સ્ક્રીન પાસેના દરવાજા ને બારીના ભાગે આગ લાગતા અફરાતફરી, રદ્દ કરેલા શો ફરી શરૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment