Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરામાં બે બાઇક અથડાઈ, વૃદ્ધ ગંભીર ઈજાગ્રસ્ત:ધમાઈ ગામના વૃદ્ધને સારવાર અર્થે ગોધરા સિવિલ ખસેડાયા

    10 hours ago

    પંચમહાલના શહેરા તાલુકાની ધરોલા ચોકડી પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ધમાઈ ગામના એક વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધમાઈ ગામે રહેતા પટેલ ભરતસિંહ તેમના પુત્ર પ્રવિણ સાથે બાઇક પર સવાર થઈને સાપા ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધરોલા ચોકડી પાસેથી પસાર થતી વખતે તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ભરતસિંહ રોડ પર પટકાયા હતા. તેમને શરીરે અને ખાસ કરીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ફ્રેક્ચરની આશંકા છે. ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ભરતસિંહને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું- દિલ્હીની હોટલ-રેસ્ટોરન્ટ કચરામાંથી બનેલા ગેસનો ઉપયોગ કરે:UP-પંજાબમાં સિલિન્ડરની લાઈનમાં ઉભેલા બેના મોત, મધ્યપ્રદેશમાં પોલીસ બોલાવીને સિલિન્ડરનું વિતરણ
    Next Article
    PGVCL પોરબંદર સર્કલ દ્વારા મેગા ડ્રાઈવ:25 કરોડની વસૂલાત માટે 280 ટીમો ઉતરશે મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment