Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોડીનાર-ધારી રોડ પર બે બાઇક અથડાયા:રોણાજ નજીક અકસ્માતમાં ત્રણ ઘાયલ, બેની હાલત ગંભીર

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કોડીનાર-ધારી રોડ પર રોણાજ ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોડીનાર-ધારી માર્ગ પર સાંજના સમયે બંને બાઇક સામસામે અથડાયા હતા. આ અથડામણ એટલી તીવ્ર હતી કે બાઇક ચાલકો અને પાછળ બેઠેલા વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘાયલોને મદદ કરી અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે કોડીનારની રાણા વાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમની સ્થિતિ ચિંતાજનક હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં બન્યો અને કોણ જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેસોની સમીક્ષા:કલેક્ટર અજય દહિયાએ કમિટી સભ્યો સાથે બેઠક યોજી
    Next Article
    Indian Ship At Gujarat | ગુજરાતના બંદરો પર આવશે LPGનો જથ્થો | LPG Cylinder | Fuel | Hormuz Strait

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment