Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો લાગી:એજન્સીઓ પર વહેલી સવારથી લાંબી કતારો, લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધ્યું

    8 hours ago

    દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને સર્જાયેલી અસમંજસની અસર હવે મહેસાણા જિલ્લામાં પણ ઘેરી બની રહી છે. જિલ્લાની ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉનાળાના આકરા તડકામાં લોકો પોતાનો ધંધો-રોજગાર છોડીને કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેનિક બુકિંગ અને સર્વરની સમસ્યા ગેસ એજન્સીના સંચાલક રાકેશ શાહના જણાવ્યા અનુસાર કંપની તરફથી પુરવઠો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે.પરંતુ લોકોમાં ફેલાયેલા ડરને કારણે 'પેનિક બુકિંગ' વધી ગયું છે. અગાઉ જ્યાં દૈનિક 500-600 સિલિન્ડરની માંગ રહેતી હતી તેની સામે અત્યારે 1500થી વધુ લોકો ઉમટી રહ્યા છે. આ અચાનક વધેલા ધસારાને કારણે IVRS બુકિંગ સર્વર પણ ક્રેશ થઈ ગયું છે.જેનાથી ઓનલાઇન બુકિંગમાં મુશ્કેલી પડી રહી છે. જે ગ્રાહકો પાસે બે સિલિન્ડર છે તેઓ પણ ભવિષ્યની ચિંતામાં અત્યારથી જ લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, જે ખરેખર જરૂરી નથી. કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ : હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં ઘરેલું વપરાશના ગેસને પ્રાધાન્ય આપવા માટે હાલમાં કોમર્શિયલ ગેસ (વ્યાપારી વપરાશ) નું પ્રોડક્શન અને રિફિલિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સંચાલકોએ સ્વીકાર્યું છે. આ નિર્ણયને કારણે હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને મોટો ફટકો પડ્યો છે. અનેક હોટલ માલિકોને ગેસના અભાવે એકમો બંધ કરવાની નોબત આવી છે. જનતાની હાલાકી: નોટબંધી જેવો માહોલ સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા મુજબ, બુકિંગ માટેના ફોન નંબર છેલ્લા એક અઠવાડિયાથી લાગતા નથી. સવારના 7-8 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં બપોર સુધી વારો આવતો નથી. ખાસ કરીને જે પરિવારો પાસે માત્ર એક જ સિલિન્ડર છે, તેમના રસોડામાં ચૂલો સળગવો મુશ્કેલ બન્યો છે. લોકોએ આ સ્થિતિની સરખામણી નોટબંધી સમયની લાઈનો સાથે કરી છે. તંત્ર અને એજન્સીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રોહિત પ્રજાપતિ એ જણાવ્યું કે હું સવારે 9:30 વાગ્યાનો અહીંયા આવ્યો છું.મારી મમ્મી માટે ગેસનો બાટલો લેવા માટે. અત્યારે પોણો એક થઈ ગયો છે.પણ હજી મારો નંબર આવ્યો નથી.બુકિંગ માટેનો જે ફોન નંબર છે તે છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે.એટલે મેં એપ્લિકેશન દ્વારા બુકિંગ કરાવ્યું છે.પરિસ્થિતિ એવી છે કે નોટબંધીના સમયથી શરૂ થયેલી લાઈનો હવે રસોડા સુધી ગેસના બાટલા સુધી પહોંચી ગઈ છે. પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે. લોકો સવારના 7 વાગ્યાથી આ ઉનાળામાં અને ધગધગતા તડકામાં લાઈનોમાં ઉભા છે અને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી તકલીફ એવા લોકોને છે જેમની પાસે માત્ર એક જ ગેસનો બાટલો છે. તેમને સમયસર ગેસ મળતો નથી જેના કારણે જમવાનું બનાવવામાં અને રસોઈ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. રજનીકાંત ભાઈ જોષીએ જણાવ્યું કે અમે આઠ વાગ્યાના સાહેબ આવ્યા છીએ હજી નંબર આવ્યો નથી. અને આ બાટલાની લાઈન એટલી બધી છે અને પાછું કંઈક કાર્યવાહી કર્યા વગર તો આપતા નથી એટલે સમય ઘણો થઈ ગયો છે.આમાં કંઈક કારણ કે બધા કંઈક ને કંઈક કામ કરે,બધા પોતાનો ધંધો વ્યાપાર મૂકીને આવ્યા હોય એટલે થોડુંક બધાનું ધ્યાન રાખવું જોઈએ એ પ્રમાણે કંઈક કાર્યવાહી કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા કથિત તોડકાંડનો મામલો:અનિલ મકવાણા શહેર ભાજપ પ્રમુખ સમક્ષ હાજર થયા, કોંગ્રેસે સર્કિટ હાઉસમાં ગંગાજળનો છંટકાવ કરી શુદ્ધિકરણ કર્યું
    Next Article
    Gujarat school teacher collapses and dies after dropping daughter for board exam amid 39°C heatwave

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment