Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલદીપ યાદવના લગ્નમાં ચહલની બાલ્કનીમાં વાંદરા ઘૂસ્યા:વિન્ટેજ કારમાં નીકળશે ક્રિકેટરનો વરઘોડો, તિલક વર્મા સહિત ઘણા ક્રિકેટરો સામેલ થશે

    18 hours ago

    ક્રિકેટર કુલદીપ યાદવ આજે (14 માર્ચ) પોતાની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કરી રહ્યો છે. મસૂરી સ્થિત ITC સેવોય હોટલમાં છેલ્લા ત્રણ દિવસથી લગ્નની વિધિઓ ચાલી રહી છે. બપોરે સાડા 12 વાગ્યે લંચ કર્યા બાદ હવે જાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોટલમાં મંડપને કોલકાતાથી મંગાવવામાં આવેલા ખાસ ફૂલોથી સજાવવામાં આવી રહ્યો છે. જાન માટે ખાસ વિન્ટેજ કાર ગાવવામાં આવી છે, જેમાં કુલદીપ યાદવ વરરાજા બનીને જાન લઈને નીકળશે. તો વળી બેન્ડ-વાજા માટે દિલ્હીથી ખાસ છ સભ્યોની ઢોલ વગાડતી ટીમ ગુરુવારથી જ મસૂરી પહોંચી ગઈ છે. શુક્રવારે રાત્રે યોજાયેલા સંગીત અને કોકટેલ સમારોહમાં ક્રિકેટર સુરેશ રૈના, રિંકુ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે વરરાજા સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. સમારોહમાં દિલ્હીથી આવેલા સૂફી સિંગર અને લાઈવ પરફોર્મર બિસ્મિલ દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી. મોડી રાત સુધી હોટલ પરિસરમાં જશ્નનો માહોલ રહ્યો હતો. શનિવારે સવારે મોહમ્મદ કૈફ પણ મસૂરી પહોંચી ગયા છે. સવારે મહેમાનોને નાસ્તામાં કાનપુરની સ્પેશિયલ ખસ્તા કચોરી અને દાળના વડા પીરસવામાં આવ્યા હતા. આ દરમિયાન હવામાન વિજ્ઞાન કેન્દ્ર, દેહરાદૂને જણાવ્યું છે કે આજે સાંજે મસૂરીમાં હવામાન બગડી શકે છે અને મોડી રાત્રે વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ, યુઝવેન્દ્ર ચહલના રૂમની બાલ્કનીમાં એક વાંદરો ઘૂસી આવ્યો હતો, જેને તેણે ફળ આપીને પાછો મોકલી દીધો હતો. સાંજે થશે મુખ્ય લગ્નની વિધિઓ કાર્યક્રમ અનુસાર સાંજે 4 વાગ્યે સાફા બંધાઈની વિધિ થશે. ત્યારબાદ 5 વાગ્યે જાન નીકળશે, 6 વાગ્યે વરમાળા અને રાત્રે 8 વાગ્યે ફેરા થશે. ફેરા પછી મોડી રાત સુધી મંડપની અન્ય પરંપરાગત વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતમાંથી ઘણા મોટા નામો હાજર રહી શકે છે. તેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સામેલ થવાની સંભાવના છે. લગ્નનાં PHOTOS… કુલદીપ યાદવના લગ્નની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Kuldeep Yadav Wedding LIVE : कुलदीप यादव की वाइफ कौन? लव स्टोरी से करियर तक की कहानी|Vanshika Chadha
    Next Article
    કોલકાતા: PMની રેલી પહેલા ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:મમતાના મંત્રીએ કહ્યું- મારા પર હુમલો કર્યો; PMએ કહ્યું- જંગલરાજવાળાનું કાઉન્ટડાઉન શરુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment