Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી પત્નીને તબીબી લાભ નહીં આપવાના સરકારના પરિપત્રનો વિરોધ:ચૈતર વસાવાની પરિપત્ર રદ કરવા માંગ, કહ્યું- 'આદિવાસી અને મુસ્લિમ કર્મચારીઓ સાથે અન્યાય'

    10 hours ago

    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. આ પરિપત્રમાં સરકારી કર્મચારીઓ માટે “કુટુંબ”ની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં એકથી વધુ પત્ની હોય તેવી સ્થિતિમાં બીજી પત્નીને સરકારી તબીબી સારવારનો લાભ નહીં મળે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી પત્નીને તબીબી સારવારનો લાભ નહીં આ મુદ્દે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં 2015ના નિયમોમાં સુધારો કરીને નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત સરકારમાં સેવા આપતા કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારીને એકથી વધુ પત્ની હોય તો બીજી પત્નીને તબીબી સારવારનો લાભ આપવામાં નહીં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતા ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સરકારી સેવાઓમાં આદિવાસી તેમજ મુસ્લિમ સમુદાયના હજારો કર્મચારીઓ કાર્યરત છે. આ બંને સમુદાયોમાં તેમના વ્યક્તિગત કાયદા અને સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતા છે. આવા સંજોગોમાં સરકારના આ પરિપત્રના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે અન્યાય થવાની શક્યતા છે. ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેમણે વધુમાં કહ્યું કે, બીજી પત્નીને તબીબી લાભ નહીં મળે તો તેમના બાળકો પર પણ તેની સીધી અસર પડશે. જેના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખાસ કરીને આદિવાસી સમુદાયના ઘણા કર્મચારીઓ હાલ નિવૃત્તિના આરે છે, ત્યારે આ પ્રકારનો પરિપત્ર તેમના માટે ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. ચૈતર વસાવાની પરિપત્ર રદ કરવા માંગ આ કારણે ચૈતર વસાવાએ સરકારને આ પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આ પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા યથાવત:સગીર હોવાનો દાવો કરવા આરોપીએ ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું; હાઈકોર્ટે અપીલ ફગાવી
    Next Article
    Patan Crime News | પાટણના સરસ્વતીના વાયડ ગામમાં જૂથ અથડામણ | Clash | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment