Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસહ્ય ગરમીથી ગુજરાતવાસીઓને મળશે આંશિક રાહત:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન ઘટશે, બે દિવસ કમોસમી વરસાદની આગાહી

    8 hours ago

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી, જેનાથી પરેશાન થયેલા લોકોને હવે થોડો રાહતનો અહેસાસ થયો છે. પવનની દિશામાં બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ 18 અને 19 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન હજુ ઘટશે ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો આકરો તાપ સહન કરવો પડ્યો હતો. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ 4થી 5 ડિગ્રી વધુ નોંધાયું હતું. હવે પવનની દિશામાં ફેરફાર થતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં તાપમાન 2થી 3 ડિગ્રી ગગડ્યું છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતવાસીઓને આજથી એટલે કે, 14 માર્ચથી ગરમીમાંથી આશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ અનેક વિવિધ જિલ્લાઓમાં માવઠાંની આગાહી હવામાન વિભાગ મુજબ 18 અને 19 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: NL value, Lutyens statue debate, state of India today
    Next Article
    "I Give Bangladesh 10 Out Of 100": Pakistan Great's Scathing Attack Over Salman Agha-Mehidy Hasan Run Out Drama

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment