Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામનો પ્રારંભ:ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે શુભારંભ કરાયો

    10 hours ago

    પાટણ શહેરમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલના બાંધકામનો પ્રારંભ થયો છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના હસ્તે આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શુભારંભ કરાયો હતો. આ હોસ્ટેલ સદારામ સેવા સમિતિ દ્વારા હાઈવે પર નિર્માણ પામશે. સદારામ સેવા સમિતિ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધે તે માટે શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા સક્રિય પ્રયાસો કરી રહી છે. આ પહેલના ભાગરૂપે, પાટણમાં બંસી કાઠિયાવાડી હોટલ અને મેટ્રો સોસાયટી સામે આધુનિક સુવિધાઓ ધરાવતી કન્યા છાત્રાલયનું થોડા સમય અગાઉ ખાતમુહૂર્ત કરાયું હતું. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જેસીબી મશીન પર ફૂલહાર ચડાવી, શ્રીફળ વધેરી અને જેસીબી મશીનમાં બેસીને પાંચ પાવડા મારીને બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ માટેના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે સદારામ સેવા સમિતિ દ્વારા ચીફ ઓફિસર હિરલ ઠાકરનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી વિનયસિંહે ચીફ ઓફિસરને સિંહણ અને રાણી લક્ષ્મીબાઈ સમાન ગણાવ્યા હતા. નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજમાં ક્રાંતિ લાવવા માટે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકવો જરૂરી છે, કારણ કે દીકરીઓ ભણશે તો આખો સમાજ તારશે. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજની દીકરી લતાબેન, જેઓ સરકારી અધિકારી બન્યા છે, તેમનું પણ ચીફ ઓફિસરના હસ્તે સન્માન કરાયું હતું. લતાબેને તેમના પ્રથમ બે પગાર સમાજની હોસ્ટેલની દીકરીઓ માટે અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સદારામ સેવા સમિતિના હોદ્દેદારો નવઘણજી ઠાકોર, મંગાજી ઠાકોર, મોઘજીજી ઠાકોર, વિનયસિંહ દરબાર, ડો. મનોજ ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને હોસ્ટેલમાં રહી ભણતી દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચીખલી પોલીસે ₹12.53 લાખનો દારૂ ઝડપ્યો:ચોખાની કુસકી નીચે સંતાડેલો જથ્થો, બોલેરો પિકઅપ સાથે એક ઝડપાયો
    Next Article
    Bomb threat email to Vadodara school traced to Class X student: Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment