Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરી:રૂપામોરા ગૌશાળામાંથી પોણા બે ડઝન ફ્લડ લાઈટની ચોરી

    13 hours ago

    ભાણવડ તાલુકાના રૂપામોરા ગામની ગૌશાળામાં તાજેતર માં એક લોક ડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ દરમિયાન સ્ટેજની આસપાસ પ્રકાશ માટે ફ્લડ લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સ્ટેજની નીચે રાખવામાં આવેલી ફ્લડ લાઈટો કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાનો બનાવ બહાર આવ્યો છે. રૂપામોરા ગામની ગૌશાળામાં લોક ડાયરાના સ્ટેજ નીચે રાખવામાં આવેલી જુદી જુદી લગભગ રૂા. 21 હજારથી વધુની કિંમતની કુલ 15 ફ્લડ લાઈટો કોઇ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું સામે આવ્યુ હતુ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આયોજકો દ્વારા સામાન ચકાસવામાં આવ્યો ત્યારે ફ્લડ લાઈટો ગુમ હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. ઘટનાને લઈ પાછતર ગામના રહેવાસી ચિરાગભાઈ ખીમાભાઈ પીપરોતર દ્વારા ભાણવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોરી મામલે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે સાથે નજીકના વિસ્તારોમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ પણ ચકાસવાની તજવિજ સાથે ઉઠાવગીરોના સગડ મેળવવા માટે કવાયત શરૂ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    સહાયના લીધે ખેડૂતોમાં ખુશીની લહેર:તાપી જિલ્લાના 90,767 ખેડૂત ખાતામાં રૂ. 19.58 કરોડ જમા
    Next Article
    જિલ્લાના 3 લાખથી વધારે લોકોને CMની ભેટ:ભરૂચમાં મુખ્યમંત્રી આજે 1350‎ કરોડના વિકાસકામોની ભેટ આપશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment