Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:કોટડાપીઠા ગામે પારિવારિક ડખ્ખામાં મારામારી

    2 days ago

    બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે પારિવારિક મનદુઃખને કારણે થયેલો ઝઘડો બેકાબૂ બનતા બંને પક્ષે એકબીજા સામે મારામારી અને ધમકી આપવાનો ગુનો નોંધાયો છે. ગઈ કાલે વહેલી સવારે કોટડાપીઠાના રમિલાબેન મુકેશભાઈ વિરાભાઈ મકવાણા (ઉ.વ.37) દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. બંને પક્ષો એક જ પરિવારના હોવાથી અગાઉથી અવારનવાર ઝઘડા થતા હતા અને તે બાબતે મનદુઃખ ચાલતું હતું. આ મનદુઃખને કારણે વિશાલભાઈ જગદીશભાઈ કોચરા, અંજલીબેન જગદીશભાઈ કોચરા અને રૂપાબેન વિરાભાઈ મકવાણાએ રમીલાબેન સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝઘડો કર્યો હતો. બાદમાં ઢીકાપાટુનો મુંઢમાર મારી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ રૂપાબેન મકવાણાએ પણ આરોપ લગાવ્યો છે કે ઝઘડા દરમિયાન બોલાચાલી થઈ ગાળો આપવામાં આવી હતી અને તેઓને પછાડી દેતા શરીરે ઢીકાપાટુનો મુંઢમાર મારવામાં આવ્યો હતો તેમજ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે વિશાલભાઇ જગદિશભાઇ કોચરા, અંજલીબેન જગદિશભાઇ કોચરા મળી કુલ 4 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પરિવારમાં શોક‎:બાબરા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    વાતાવરણ:અમરેલીમાં તાપમાનનો પારો 38.9 ડિગ્રી રહેતા આજે પણ ગરમી યથાવત રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment