Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સાવરકુંડલા - રાજુલામાં લોકોએ એજન્સી બહાર સવારથી લાઈન લગાવી છતા સિલિન્ડર ન મળ્યા

    1 day ago

    સમગ્ર અમરેલી જિલ્લામાં ઘરેલું રાંધણ ગેસ માટે લોકોએ પડા પડી કરી મુકી છે. સાવરકુંડલામાં જુદી જુદી બે ગેસ એજન્સી આવેલી છે. આ બંને ગેસ એજન્સી પર આજે સવારથી જ ગ્રાહકોએ સીલીન્ડર મેળવવા માટે પડાપડી કરી મુકી હતી. જાણવા મળતી વિગત અનુસાર બંને ગેસ એજન્સીમાં પુરતા પ્રમાણમાં સીલીન્ડરનો સ્ટોક પડ્યો હતો. પરંતુ ગ્રાહકોનો એટલો ધસારો હતો કે આખો દિવસ લાઈન રહી હતી અને ત્યારબાદ પણ અનેક ગ્રાહકો સીલીન્ડરથી વંચીત રહી ગયા હતા. સાવરકુંડલામાં મોડી સાંજ સુધી પણ વિતરણ શરૂ રખાયું હતું અને આવતીકાલે સીલીન્ડરની એક ગાડી આવનાર હોવાનું પણ જાણવા મળ્યું હતું. અહીં દરેક ગ્રાહકને સીલીન્ડર મળી રહ્યા હોવા છતાં સાંજ સુધી લાઈન હટી ન હતી. દરમિયાન સાવરકુંડલામાં ગેસ એજન્સીના સંચાલકો દ્વારા હોમ ડીલેવરી બંધ કરી દેવામાં આવી છે. જેથી લોકોને ફરજીયાત ગેસ એજન્સી પર જ સીલીન્ડર લેવા આવવું પડે છે. આવી જ સ્થિતિ આજે રાજુલામાં પણ જોવા મળી હતી. અહીં સવારથી જ ગ્રાહકોએ સીલીન્ડર મેળવવા માટે લાંબી કતાર લગાવી દીધી હતી. ગેસ એજન્સીના સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે પુરતા પ્રમાણમાં અને નિયમીત ડીલેવરી ચાલુ છે. છતાં લોકોએ ધસારો ઓછો કર્યો ન હતો. સર્વર ધીમું ચાલતું હોવાથી લોકોને ઓટીપી પણ મળતો ન હોય હાડમારી વેઠવી પડી હતી. રાંધણ ગેસનો ગેર ઉપયોગ અટકાવવા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા જરૂરી અમરેલી શહેરમાં અનેક રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોલમાં હજુ પણ રાંધણ ગેસના સીલીન્ડરનો ગેર ઉપયોગ થતો જોઈ શકાય છે. બલકે કોમર્શિયલ સીલીન્ડર બંધ થયા બાદ આ ગેર ઉપયોગ વધ્યો છે. ત્યારે તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાઈ તે જરૂરી છે. 200 વધુ આપવાથી મળે છે સીલીન્ડર અમરેલીમાં અગાઉ ગ્રાહકોને વધારાની રકમ ચુકવવાથી સીલીન્ડર નોંધણી વગર મળી જતા હતા. હજુ પણ રૂપિયા 150 થી 200ની રકમ વધુ ચુકવવાથી સીલીન્ડર મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:ખોટું સોગંદનામું આપી કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો
    Next Article
    સ્થાનિકોમાં ભયનું વાતાવરણ:રાજુલાના કોવાયામાં 11 સાવજોની ટોળાની લટાર : કોસ્ટલ વિસ્તારમાં સિંહોની હાજરીથી સ્થાનિકોમાં ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment