Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ચારેબાજુ વેચવાલી જોવા મળી:ક્રૂડ ઓઈલના ઉછાળા અને વૈશ્વિક નબળાઈ વચ્ચે શેરબજારમાં ભારે દબાણ

    8 hours ago

    સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર નબળાઈ જોવા મળી હતી. શુક્રવારે બજાર ખુલતાની સાથે જ ચારેબાજુ વેચવાલી જોવા મળી હતી. મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઈલના ભડકાએ ભારતીય રોકાણકારોના અબજો રૂપિયા ડૂબાડી દીધા છે. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76034 સામે 75444 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 74454 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 1122 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 1470 પોઈન્ટના ઘટાડા સાથે 74563 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23728 સામે 23499 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 23155 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 415 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 500 પોઈન્ટના ઘટાડા સાથે 23228 પોઈન્ટ બંધ થયેલ. મંદીના મુખ્ય કારણો : ક્રૂડ ઓઈલના ભાવમાં તેજ ઉછાળો: ઈરાન દ્વારા બે તેલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલા બાદ ‘Strait of Hormuz’ વિસ્તારમાં સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ વધી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત $100 પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો: અમેરિકાનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ 700 થી વધુ અંક તૂટી આ વર્ષે પ્રથમ વખત 47,000 ની નીચે બંધ થયો હતો. જાપાનનો નિક્કી 225 અને ચીનનો SSE Composite ઇન્ડેક્સ પણ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી: ગુરુવારે જ વિદેશી રોકાણકારોએ આશરે ₹7049.87 કરોડના શેર વેચ્યા હતા. માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ₹39,000 કરોડથી વધુની વેચવાલી નોંધાઈ છે. અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક: રોકાણકારોની નજર હવે 17 માર્ચે યોજાનાર ફેડરલ રિઝર્વની બેઠક પર છે, જેના કારણે બજારમાં 'Wait and Watch' ની સ્થિતિ છે. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ: બેન્કિંગ, આઈટી, મેટલ અને ઓટો સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત તેજી સાથે થોડું સંતુલન જોવા મળ્યું હતું. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 13.03.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23228 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઈન્ટના પ્રથમ અને 23404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23180 પોઈન્ટ થી 23088 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ભારતી ઐરટેલ ( 1806 ) :- રૂ.1760 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1823 થી રૂ.1830 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1838 ઉપર તેજી તરફી ધ્યાન...!! એચસીએલ ટેકનોલોજી ( 1318 ) :- રૂ.1290 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1334 થી રૂ.1340 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1255 ) :- રૂ.1230 નો પ્રથમ તેમજ રૂ.1218 બીજા સપોર્ટથી રૂ.1267 થી રૂ.1280 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ( 545 ) :- રૂ.505 ના સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.558 થી રૂ.570 ની ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.577 ઉપર તેજી તરફી ધ્યાન...!!! સિન્જીન ઇન્ટરનેશનલ ( 421 ) :- રૂ.390 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.434 થી રૂ.440 ની ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! વરુણ બેવરેજીસ ( 401 ) :- રૂ.386 નો પ્રથમ તેમજ રૂ.373 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે રૂ.423 થી રૂ.430 સુધીની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા. કેપીઆઈ ગ્રીન એનર્જી ( 397 ) :- ટ્રેડીંગલક્ષી રૂ.414 થી રૂ.423 ની ભાવ સપાટીની સંભાવના ધરાવે છે. રૂ.383 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. સેલો વર્લ્ડ ( 413 ) :- રૂ.398 નો પ્રથમ તેમજ રૂ.390 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકાગાળે રૂ.434 થી રૂ.440 સુધીની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા. ઝાયડસ વેલનેસ ( 399 ) :- રૂ.378 આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.414 થી રૂ.422 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે. આઈટીસી લીમીટેડ ( 301 ) :- રૂ.288 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.313 થી રૂ.317 ના ભાવની શક્યતા છે. એસીએમએ સોલર હોલ્ડિંગ્સ ( 255 ) :- રૂ.232 આસપાસ તબક્કાવાર રોકાણ કરવું. રૂ.267 થી રૂ.275 ના લક્ષ્યાંક માટે ટૂંકાગાળે રૂ.227 નો સપોર્ટ ધ્યાને લેવો.
    Click here to Read More
    Previous Article
    Your ultimate guide to cleaning a coffee brewer
    Next Article
    દેશમાં માત્ર એક હોય એવી 5 કાર સુરતમાં જોવા મળી:એક કાર તો રાજકોટની નીકળી, ઇન્ટરનેશનલ ઓટો એક્સપોમાં વર્લ્ડ ક્લાસ કાર્સે જમાવટ કરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment