Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં મધ્યાહન ભોજન, આંગણવાડીઓ માટે પુરવઠા વિભાગ સજ્જ:યુદ્ધના માહોલમાં ગેસ સિલિન્ડરની અછત સામે આગોતરું આયોજન

    10 hours ago

    પંચમહાલ જિલ્લામાં આગામી સમયમાં ગેસ સિલિન્ડરની સંભવિત અછતને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખાસ કરીને મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી કેન્દ્રોમાં રસોઈકામ ન અટકે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં ગેસ સિલિન્ડરની અછતની સ્થિતિને પગલે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લાની હજારો શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડીઓમાં જો ગેસનો પુરવઠો ખોરવાય તો બાળકોના ભોજન પર સીધી અસર પડી શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા નિયત કોટા મુજબ પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલી જિલ્લાની1380 શાળાઓ તેમજ 3500થી વધુ કાર્યરત આંગણવાડીઓને તેમના કોટા મુજબ ગેસ પુરવઠો ફાળવવામાં આવશે. ગેસ સિલિન્ડરના વિતરણમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવી છે. પુરવઠા અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, એજન્સીઓ દ્વારા કરવામાં આવતા વિતરણ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. જો કોઈ સ્થળે વિતરણ વ્યવસ્થામાં ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે લોજિસ્ટિક પ્લાન તૈયાર કરાયો છે, જેથી અછતની સ્થિતિમાં પણ શૈક્ષણિક અને પોષણક્ષમ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી શકે.
    Click here to Read More
    Previous Article
    મહાત્મા મંદિર મેટ્રોથી ગાંધીનગર રેલવે સ્ટેશન જવા 16 મિનિટ બચશે:હાઈટેક ટ્રાવેલેટરથી 1.3 કિમી લોકોને ચાલવું નહી પડે, માત્ર 4 મિનિટમાં પહોંચી શકશો
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ફેમિલી કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વૃદ્ધ ડોક્ટરે પત્ની પર એસિડ ફેંક્યું, બીમાર પાડતું કેમિકલયુક્ત 'શુદ્ધ ગાયનું ઘી' ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment