Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમ્તિયાઝની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'નું ટીઝર રિલીઝ:દિલજિત દોસાંઝ લીડ રોલમાં જોવા મળશે; ભારત-પાક ભાગલા વચ્ચે અધૂરી પ્રેમ કહાણી

    9 hours ago

    ફિલ્મ મેકર ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'નું ટીઝર શુક્રવારે બપોરે 1:00 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં દિલજિત દોસાંઝ, નસીરુદ્દીન શાહ, વેદાંગ રૈના અને શરવરી વાઘ મુખ્ય ભૂમિકાઓમાં છે. ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજનની થીમ પર આધારિત એક ઇમોશનલ લવ સ્ટોરી છે. આ ફિલ્મ આ જ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. દિલજીત સોશિયલ મીડિયાથી જૂના પ્રેમને મળાવશે ટીઝરમાં કલાકારોનો પરિચય કરાવવામાં આવ્યો છે. તેમાં દિલજિત દોસાંઝ એક યુટ્યુબરના રોલમાં જોવા મળી રહ્યા છે. વાર્તામાં દિલજીત ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની મદદથી નસીરુદ્દીન શાહને તેમના દાયકાઓ જૂના પ્રેમ સાથે ફરીથી જોડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. જોકે, આ અટકળો પર સંપૂર્ણ મહોર ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી જ લાગશે. ફિલ્મના ટાઇટલ ટ્રેક 'મૈં વાપસ આઉંગા'નો ટીઝરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ખુદ દિલજિત દોસાંઝે ગાયું છે. વેદાંગ બનશે યુવા નસીરુદ્દીન શાહ ફિલ્મના વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે વેદાંગ રૈના તેમાં નસીરુદ્દીન શાહના યુવા અવતારની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે, શર્વરી વાઘ ફિલ્મમાં તેમની પ્રેમિકાના પાત્રમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ એક છોકરા અને એક છોકરીની પ્રેમ કહાણીથી શરૂ થઈને આખા દેશની ભાવનાઓને સ્પર્શતી આગળ વધે છે. ઇમ્તિયાઝ અને દિલજીતની બીજી ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' દ્વારા દિલજિત દોસાંઝ અને ઇમ્તિયાઝ અલી બીજી વાર સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા આ જોડીએ 'અમર સિંહ ચમકીલા'માં સાથે કામ કર્યું હતું, જેને એમી એવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી, સંગીતકાર એ.આર. રહેમાન અને ગીતકાર ઇર્શાદ કામિલની મશહૂર ત્રિપુટી ફરીથી પાછી ફરી રહી છે. ફિલ્મ વિશે વાત કરતા નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ કહ્યું, શું પ્રેમ ક્યારેય ખોવાઈ શકે છે? આપણા સમયની સૌથી મોટી વાર્તા માઇગ્રેશનની છે. આ વાર્તા વિભાજન સમયે લોકોની યાદો અને અનુભવોથી પ્રેરિત છે. મને આ વાર્તા મોટા પડદા પર કહેવાનો મોકો મળ્યો, આ મારું સૌભાગ્ય છે.
    Click here to Read More
    Previous Article
    કુલદીપ યાદવના લગ્ન: હલ્દી પછી ડાન્સ કરતા જોવા મળ્યા ક્રિકેટર્સ:સાંજે સંગીત અને કોકટેલ પાર્ટી; સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા પણ જોડાઈ શકે છે
    Next Article
    કમિશનરની અધ્યક્ષતામાં ICDSની સમીક્ષા બેઠક:ભાવનગરની આંગણવાડીઓમાં હવે FRSથી હાજરી અને 'પોષણ ટ્રેકર' પર દેખરેખ રાખવા કમિશનરની સૂચના

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment