Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃતિકા-ગૌરવે લગ્ન પછી ગ્રાન્ડ આફ્ટર-પાર્ટી આપી:કપલે 'મુજસે શાદી કરોગી' ગીત પર ડાન્સ કર્યો; સચિન, યુવરાજ અને મલાઈકા સહિત અનેક સેલેબ્સ પહોંચ્યાં

    1 day ago

    ન્યૂવેડ કપલ કૃતિકા કામરા અને ગૌરવ કપૂરે તેમના લગ્ન પછી 12 માર્ચની રાત્રે મુંબઈમાં આફ્ટર-પાર્ટી આપી હતી. આ ઉજવણીમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ જગતના ઘણા મોટા સેલેબ્સે હાજરી આપી હતી. સચિન તેંડુલકર, વિદ્યા બાલન અને મલાઈકા અરોરા જેવા સ્ટાર્સ આ કપલને અભિનંદન આપવા પહોંચ્યા હતા. આ રિસેપ્શનનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ગૌરવ કપૂર 'મુજસે શાદી કરોગી' ગીત પર કૃતિકા કામરા માટે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પાર્ટીમાં કૃતિકા બ્લુ બોડી હગિંગ ગાઉન અને ડાયમંડ નેકલેસમાં પહોંચી હતી, જ્યારે ગૌરવ પણ બ્લુ ફોર્મલ સૂટમાં જોવા મળ્યો હતો. પાર્ટીમાં સામેલ થયા ક્રિકેટ અને બોલિવૂડ સેલેબ્સ પાર્ટીમાં ક્રિકેટ જગતના સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ અને ઝહીર ખાન આ કપલને અભિનંદન આપવા પહોંચ્યા હતા. જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વિદ્યા બાલન તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે હાજર રહી હતી. પાર્ટીમાં મલાઈકા અરોરા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ હર્ષ મહેતા સાથે જોવા મળી હતી, તો ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે પણ હાજરી આપી હતી. ઉપરાંત નેહા ધૂપિયા, અંગદ બેદી, સોહા અલી ખાન, નકુલ મહેતા તેની પત્ની જાનકી પારેખ સાથે અને એક્ટ્રેસ પૂજા ગૌર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કપલે ઘરે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા કૃતિકા કામરા અને ગૌરવ કપૂરે 11 માર્ચની સાંજે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરે એક ખાનગી સમારોહમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. કૃતિકા અને ગૌરવે કોઈ મોટા ધામધૂમ અને પરંપરાગત લગ્નને બદલે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Reducing these dietary habits may lower long-term heart attack risk
    Next Article
    સુરત ફેમિલી કોર્ટમાં 10 હજારના ભરણપોષણમાં એસિડ-એટેક:70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું; મહિલાની આંખ ડેમેજ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment