Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂરજ બડજાત્યાની દીકરી ઈશાના રિસેપ્શનમાં પહોંચ્યો સલમાન ખાન:આમિરનો દીકરા સાથે પોઝ, તબ્બુ-રાની મુખર્જીએ પણ હાજરી આપી ગ્લેમર વધાર્યું

    10 hours ago

    ફિલ્મમેકર સૂરજ બડજાત્યાએ ગુરુવારે સાંજે મુંબઈમાં તેમની દીકરી ઈશા અને તેમના પતિ અભિષેકના લગ્નનું રિસેપ્શન હોસ્ટ કર્યું. આ ઇવેન્ટ જુહુના JW મેરિયટ હોટલમાં યોજાઈ હતી અને તેમાં સલમાન ખાન, આમિર ખાન સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. સૂરજ બડજાત્યાની દીકરીના રિસેપ્શનમાં વિક્કી કૌશલ, અનિલ કપૂર, અનુપમ ખેર, તબ્બુ, સોનાલી બેન્દ્રે, નીના ગુપ્તા અને બોમન ઈરાની જેવા કલાકારો પહોંચ્યા હતા. ઉપરાંત રાની મુખર્જી, સોનુ સૂદ અને જેકી શ્રોફ જેવા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. જુઓ રિસેપ્શનની તસવીરો કોણ છે સૂરજ બડજાત્યા? સૂરજ બડજાત્યા પ્રખ્યાત ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીનરાઈટર છે. તે રાજશ્રી પ્રોડક્શન્સના ચેરમેન છે, જેની શરૂઆત તેના દાદા તારાચંદ બડજાત્યાએ કરી હતી. સૂરજે 1989માં 24 વર્ષની ઉંમરે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી ડિરેક્શનમાં ડેબ્યૂ કર્યું હતું, જે ખૂબ મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ લીડ એક્ટર તરીકે સલમાન ખાનની પહેલી ફિલ્મ હતી. તેમણે 'હમ આપકે હૈં કૌન...!', 'હમ સાથ-સાથ હૈં', 'વિવાહ', 'પ્રેમ રતન ધન પાયો' અને 'ઊંચાઈ' જેવી ફિલ્મો બનાવી. તેમની ફિલ્મોમાં પારિવારિક સંબંધો, ભારતીય પરંપરાઓ અને મૂલ્યો ખાસ કરીને દર્શાવવામાં આવે છે. તેમને ફિલ્મ 'ઊંચાઈ' માટે 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કુલદીપ યાદવનાં લગ્નમાં સામેલ થવા સેલેબ્સ મસૂરી પહોંચ્યા:યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર, કુણાલ કપૂર હલ્દી સેરેમનીમાં સામેલ થયા, સાંજે કોકટેલ પાર્ટી; ધોની-સિરાજ પણ પહોંચશે
    Next Article
    અમેરિકાએ H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો:હવે પગારના આધારે સિલેક્શન થશે; 1 એપ્રિલથી નવું ફોર્મ I-129 લાગુ પડશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment