Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇરાકમાં અમેરિકી મિલિટરી પ્લેન ક્રેશ:શિયા વિદ્રોહી ગ્રુપે તોડી પાડવાની જવાબદારી લીધી; દાવો- ઘાયલ ઈરાની સુપ્રીમ લીડર કોમામાં

    19 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 14મો દિવસ છે. ઇરાકમાં અમેરિકી સેનાનું એક KC-135 સૈન્ય વિમાન ક્રેશ થયું છે. આ પછી ઇરાકના એક વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે વિમાનને તેમણે જ તોડી પાડ્યું છે. આ પહેલા 2 માર્ચે કુવૈતમાં ફ્રેન્ડલી ફાયરિંગમાં પણ ત્રણ અમેરિકી વિમાન ક્રેશ થયા હતા. 'ઇસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઇરાક' નામના સંગઠને કહ્યું કે તેમના સૈનિકોએ પશ્ચિમી ઇરાકમાં અમેરિકી વિમાન પર એર ડિફેન્સ સિસ્ટમથી હુમલો કર્યો, જેના કારણે તે પડી ગયું. આ સંગઠન ઇરાન સમર્થિત ઘણા જૂથોનું ગઠબંધન છે. જોકે અમેરિકી સેનાએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, બે અમેરિકી વિમાનો સાથે સંકળાયેલી એક ઘટના બની હતી. જેમાં એક વિમાન પશ્ચિમી ઇરાકમાં ક્રેશ થયું, જ્યારે બીજું વિમાન સુરક્ષિત રીતે ઇઝરાયલમાં ઉતર્યું. તે જ સમયે, બ્રિટિશ મીડિયા ધ સન અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઘાયલ થયા પછી ઇરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ છે અને કોમામાં છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની મંજૂરી:યુદ્ધ વચ્ચે 30 દિવસની છૂટ, 5 વર્ષ પછી ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર
    Next Article
    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે 5મો દિવસ:LPGના વધતા ભાવ મામલે હોબાળો થવાની શક્યતા; ગઈકાલે સરકારે કહ્યું- દેશમાં ઇંધણની અછત નથી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment