Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલના બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયો:ગોધરા સિવિલમાં સફળતાપૂર્વક બહાર કઢાયો, બાળકે રાહત અનુભવી

    9 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કંડાચ ગામમાં દોઢ વર્ષના બાળક બાબુ નાયકના નાકમાં મકાઈનો દાણો ફસાઈ ગયો હતો. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સફળતાપૂર્વક દાણો બહાર કાઢ્યો. શૈલેષ નાયકનો પુત્ર બાબુ ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે તેના નાકમાં મકાઈનો દાણો ફસાયો હતો. શરૂઆતમાં પરિવારને આ ઘટનાની જાણ થઈ ન હતી. રાત્રે બાળક સૂવા ગયો ત્યારે દાણો નાકની વધુ અંદર ઉતરી ગયો. નાકમાં તકલીફ થતાં બાળકે રડવાનું શરૂ કર્યું. પરિવારજનોએ તપાસ કરતાં બાળકના નાકમાં મકાઈનો દાણો ફસાયેલો હોવાનું જાણવા મળ્યું. બાળકની ગંભીર હાલત જોઈને પરિવાર ચિંતિત બન્યો અને રાત્રે જ તેને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયો. ગોધરા સિવિલ હોસ્પિટલના ડોકટરોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ભારે જહેમત બાદ દાણો સફળતાપૂર્વક બહાર કાઢ્યો. દાણો નીકળી જતાં બાળકે રાહત અનુભવી હતી. પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    CBSE CTET 2026 answer key out; raise objections by Mar 15
    Next Article
    Rajkot News | રાજકોટના દાતારવાડી કોમ્યુનિટી હોલ વિવાદમાં ભાજપ મહામંત્રીના પત્ની પર દાદાગીરીનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment