Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે આખું ગુજરાત મેઘાણીમય છે:બગસરાની ભૂમિ ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ : મોરારિબાપુ

    2 days ago

    બગસરામાં માનસ મેઘાણી કથાના છઠ્ઠા દિવસે આખો પંથક મેઘાણીમય બન્યું હતું. આ પ્રસંગે રામકથામાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. મોરારિબાપુએ જણાવ્યું કે અનેક પ્રકારની ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ એવી બગસરાની પવિત્ર ભૂમિને તેઓ પ્રણામ કરે છે. બાપુએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ભાગ્યે જ એવી કોઈ રાત હશે. જ્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ ન થતું હોય, ભાગ્યે કોઈ રાત આવે ત્યારે કવિ કાગ અને દાદાનું સ્મરણ પણ જરૂર થાય છે. મેઘાણીજીના સાહિત્યનું મનોમંથન કોઈ સાધુએ કરવું જોઈએ તેવું પણ બાપુએ જણાવ્યું હતું. આજે નાનામાં નાનો માણસ પણ બગસરા તરફ નજર રાખે છે. જે દર્શાવે છે કે મેઘાણી સમગ્ર સમાજ માટે કેટલા પ્રિય છે. આજના સમયમાં આખું ગુજરાત મેઘાણીમય બન્યું છે. મેઘાણી પોતે એક એવા વિશાળ દરિયા જેવા છે જે દરિયાની અંદરથી મીઠી મીઠી વીરડી શોધી સમાજ સુધી પહોંચાડી છે.
    Click here to Read More
    Previous Article
    નબળા વિકાસની હરણફાળ:માત્ર 10 દિવસ બનેલો પુલ ધરાશાયી !, બાઢડામાં લામધાર નદી પર પરા વિસ્તારને જોડતો પુલ 5 લાખના ખર્ચે બન્યો હતો‎
    Next Article
    ભૂલકા પર ખતરો:વડિયા સુરગપરામાં વર્ષોથી જર્જરિત જવાહર બાલમંદિરનું બિલ્ડીંગ પડું પડું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment