Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:ગેસની કૃત્રિમ અછત, કાળા બજારીયા સામે કાર્યવાહી થશે

    2 days ago

    હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી ગેસની કાળાબજારી અને કૃત્રિમ અછત ઉભી કરનાર સામે પગલા લેવા કલેકટરને સૂચના આપી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં એલપીજી ગેસનું વિતરણ, સ્ટોક અને બિનજરૂરી રીતે સંગ્રહ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે કલેકટરના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ જિલ્લામાં ઘરેલુ જરૂરિયાત માટે પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. બિનજરૂરી રીતે કુત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ અથવા તો કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ કલેક્ટરે સૂચના આપી હતી. આ બેઠકમાં જુદી જુદી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેના સ્ટોક અંગે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે જરૂરી આયોજન અને વિતરણ વ્યવસ્થા અંગે જરૂરી માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:ધો. 10ની પરીક્ષાના પેપર નબળા જતાં સગીર છાત્રનો ગળાફાંસો
    Next Article
    બોર્ડની પરીક્ષા:સા.પ્રવાહમાં " લારી ગલ્લાનું દબાણથી શું મુશ્કેલી પડે' સહિતના પત્રો પૂછાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment