Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળ વૈજ્ઞાનિકોએ ‘વેસ્ટમાંથી બેસ્ટ'નું નિર્માણ કર્યું:સરદાર પટેલ વિદ્યાલયના વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ સર્જનશક્તિના દર્શન કરાવ્યા

    10 hours ago

    સુરેન્દ્રનગર શહેરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક વિચારધારા અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય સાયન્સ ફેર અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તાજેતરમાં સરદાર પટેલ વિદ્યાલય ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં તા.1-3-2026ને રવિવારના રોજ ભવ્ય સાયન્સ ફેર અને વેસ્ટમાંથી બેસ્ટ સર્જનનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. જેમાં ધો.-1 થી 4 ના બાળકોને વેસ્ટેજ વસ્તુઓમાંથી ફુલદાની, સસલા ગાડી, ચકલી ઘર, કાર્ડબોર્ડ, ઝુમ્મર, બાસ્કેટ, ઘર, લગ્નની છાબ ટ્રે, એ.ટી.એમ., વોલપીસ, ફોટોફ્રેમ જેવી અનેક સુંદર, આકર્ષક અને ઉપયોગી વસ્તુઓ બનાવી હતી. ધો. 5 થી 9 અને 11ના વિધાર્થીઓએ રોબોટિક પ્રોજેક્ટ, વિદ્યુત અંગેના પ્રોજેક્ટ, કાળ ગણના, વ્યાકરણ, ભાષા, સ્વચ્છતા, સ્માર્ટ સીટી, પવનચક્કી, ગણિત કોયડાઓ, પાણી શુદ્ધિકરણ, કુલર, સોલાર પ્રોજેક્ટ, ટ્રાફિક સોલ્યૂશન, માનવ શરીરની કામગીરી, થ્રિડી પ્રોજેક્ટ, ડાર્કરૂમ પ્રોજેક્ટ, બાયોગેસ, એલાર્મ, ગ્લોબલ વોર્મિંગ, ચંદ્રયાન જેવા રોબોટિક, સાયન્સ, મેથ્સ અને ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેને નિહાળવા માટે સવારે 8 થી બપોરે 12.30 સુધી વાલીઓ, શહેરના વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી હતી. સરદાર પટેલ વિદ્યાલય પ્રતિવર્ષ ભવ્ય સાયન્સ ફેર યોજે છે અને બાળકોની સર્જન કલા અને વૈજ્ઞાનિક વિચાર શક્તિને બિરદાવતા તમામ બાળકોનું શીલ્ડથી સન્માન કરાયુ હતું.
    Click here to Read More
    Previous Article
    લોકોનું બજેટ ખોરવાયું:ઘરેલુ ગેસના 14 કિલોના 60 અને કોમર્શિયલના 19 કિલોના 100, 5 કિલો કોમર્શિયલમાં રૂ. 28નો વધારો
    Next Article
    ઇમાનદારીના દર્શન થયા:સુરેન્દ્રનગરની મહિલાએ મળેલું સોનાનું મંગળસૂત્ર પરત કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment