Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રોકાણકારોમાં સાવચેતીનો માહોલ:વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી યથાવત્

    8 hours ago

    ગુરુવારે મુખ્ય સૂચકાંકો દિવસભર વેચવાલીના દબાણ હેઠળ રહ્યા હતા અને રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર તથા નકારાત્મક સંકેતો, વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી અને કેટલાક સેક્ટરમાં નફાવસૂલ પ્રવૃત્તિ બજારમાં ઘટાડા માટે મુખ્ય પરિબળ બની રહ્યા હતા. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઓઇલ-ગેસ સંકટે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. ગુરુવારે બજાર ખુલતાંની સાથે જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માં ઈરાન દ્વારા ગુજરાત તરફ આવતા એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 9% નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76863 સામે 76369 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 75871 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 810 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 829 પોઈન્ટના ઘટાડા સાથે 76034 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23939 સામે 23720 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 23718 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 285 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 221 પોઈન્ટના ઘટાડા સાથે 23718 પોઈન્ટ બંધ થયેલ. મંદીના મુખ્ય કારણો : ક્રૂડ ઓઇલનો ભડકો: ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ક્રૂડમાં 9% નો ઉછાળો. જહાજ પર હુમલો: ગુજરાત તરફ આવતા જહાજ પર હુમલાથી સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિ. વૈશ્વિક બજારો: અમેરિકી અને એશિયન માર્કેટ્સમાં મોટો કડાકો. એલપીજી સંકટ: ભારતમાં વધતા ગેસ સંકટની સીધી અસર સેન્ટિમેન્ટ પર. માર્કેટ બ્રેડ્થ : બજારની બ્રેડ્થ નકારાત્મક રહી હતી. ઘટતા શેરોની સંખ્યા વધતા શેરોની સરખામણીએ વધુ રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : બેન્કિંગ, મેટલ, આઈટી અને ઓટો સેક્ટરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં રોકાણકારોએ સલામત રોકાણ (Defensive play) તરીકે મર્યાદિત ખરીદી કરી હતી. કોમોડિટી બજાર અપડેટ : ગોલ્ડના ભાવમાં વધારો નોંધાયો હતો કારણ કે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા હતા. ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી તેજી ભારત માટે ચિંતાનો વિષય છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 12.03.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23718 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23880 પોઈન્ટના પ્રથમ અને 23909 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23676 પોઈન્ટ થી 23606 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23570 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ એસબીઆઈ લાઈફ ( 1942 ) :- ઈન્શ્યોરન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.1919 નો પ્રથમ તેમજ રૂ.1909 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1957 થી રૂ.1964 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1970 ઉપર તેજી તરફી ધ્યાન...!! સન ફાર્મા ( 1829 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1808 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1787 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1844 થી 1850 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! આઈસીઆઈસીઆઈ બેંક ( 1275 ) :- રૂ.1260 નો પ્રથમ તેમજ રૂ.1244 ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1283 થી રૂ.1290 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! વોલ્ટાસ લીમીટેડ ( 1446 ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1458 થી રૂ.1470 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1417 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. જેએસડબ્લ્યુ સ્ટીલ ( 1177 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1144 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1189 થી રૂ.1194 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Donald Trump discourages Iran from playing at 2026 FIFA World Cup: ‘For their own life and safety’
    Next Article
    PM બોલ્યા- LPGને લઈને કેટલાક લોકો ડર ફેલાવી રહ્યા છે:તેઓ આનો ફાયદો ઉઠાવવા માંગે છે, કાળાબજાર કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment