Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં આશાવર્કર બેભાન:ડોક્ટર પર માનસિક ત્રાસનો આરોપ, હોસ્પિટલમાં દાખલ; ડોક્ટરે આરોપો નકાર્યા

    10 hours ago

    ગઢડામાં એક આશાવર્કર અચાનક બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે કલાકની સારવાર બાદ તેમને ભાન આવ્યું હતું. આશાવર્કર ભૂમિકાબેન સોલંકીએ ગઢડા અર્બન હેલ્થ સેન્ટરના ડો. ધર્મેશ દાણીધરીયા પર માનસિક ત્રાસ આપવાનો અને ખોટી રીતે નોટિસ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમના મતે, આ કારણે જ તેમની તબિયત લથડી હતી. સોલંકીએ જણાવ્યું કે, તેઓ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ડોક્ટર દ્વારા નોટિસનો ખુલાસો આપવા માટે વારંવાર ફોન કરીને હેરાન કરવામાં આવતા હતા. આના કારણે તેમને ભારે તણાવ થયો અને અચાનક તેમની તબિયત બગડી. તેમણે આ મામલે ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, ગઢડા અર્બન હેલ્થ સેન્ટરના ડો. ધર્મેશ દાણીધરીયાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે આશાવર્કરને સરકારના નિયમ મુજબની જ કામગીરી સોંપવામાં આવે છે અને તેમને કોઈ વધારાનું કામ આપવામાં આવતું નથી. ડો. દાણીધરીયાએ વધુમાં જણાવ્યું કે, આશાવર્કરના ભાઈએ ટેલિફોન પર કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હોવાથી તેમને નોટિસ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ફાયર સેફ્ટીના અભાવે શોપિંગ સેન્ટરના બે માળ સીલ:કન્યા છાત્રાલય રોડ પર પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરના બીજા અને ત્રીજા માળને સીલ કરાયા
    Next Article
    सिलेंडर मिल रहा है, सरकार का दावा लेकिन अफवाह की वजह से लाइन लंबी है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment