Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપામાં ફાયર વિભાગની ભરતી પ્રક્રિયા તેજ:વિવાદોના વંટોળ વચ્ચે અનિરુદ્ધ ગઢવીની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક, ફરજ પર હાજર થશે કે કેમ તે અંગે અસમંજસ

    10 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિઝ વિભાગમાં મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-1 થી વર્ગ-3 સુધીની ભરતી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે જેમાં સૌથી મહત્વની ગણાતી ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે અનિરુદ્ધ ગઢવીના નામનો ઓર્ડર ઈશ્યૂ કરી દેવામાં આવ્યો છે. જોકે આ નિમણૂક સાથે જ જૂના વિવાદો ફરી સપાટી પર આવ્યા છે અને અનિરુદ્ધ ગઢવી ખરેખર ફરજ પર હાજર થશે કે કેમ તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અનિરુદ્ધ ગઢવીની ડિગ્રીના વિવાદ બાદ મામલો કોર્ટમાં પેન્ડિંગ ગાંધીનગર મનપાએ અનિરુદ્ધ ગઢવીને નિમણૂક પત્ર પાઠવી દીધો છે, પરંતુ તેમની સામે ભૂતકાળમાં અમદાવાદ ફાયર વિભાગમાં થયેલી કાર્યવાહી એક મોટું વિઘ્ન માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024માં અમદાવાદ મહાનગરપાલિકાએ નકલી દસ્તાવેજોના આધારે ફાયર ઓફિસરની ડિગ્રી મેળવવાના ગંભીર આરોપ હેઠળ 9 અધિકારીઓને એકસાથે બરતરફ કર્યા હતા. આ બરતરફ કરાયેલા અધિકારીઓમાં અનિરુદ્ધ ગઢવીનો પણ સમાવેશ થતો હતો. હાલમાં આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને કર્મચારીઓ સ્ટે ઓર્ડર પર હોવાથી ટેકનિકલ ગૂંચવણો યથાવત છે. ગાંધીનગરમાં ચીફ ફાયર ઓફિસર તરીકે હાજર થવા માટે અનિરુદ્ધ ગઢવીને તેમના હાલના વિભાગમાંથી રીલીવિંગ ઓર્ડરની અનિવાર્યતા રહેશે. કોર્ટ મેટર ચાલતી હોવાને કારણે રીલીવિંગ મેળવવું મુશ્કેલ બની શકે તેમ છે. અગાઉ પણ આ જ પદ માટે ઓમ જાડેજાની પસંદગી થઈ હતી, પરંતુ સમાન કારણોસર તેઓ હાજર થઈ શક્યા ન હતા. પરિણામે અનિરુદ્ધ ગઢવીને પણ હાલના તબક્કે કન્ડિશનલ ઓર્ડરના આધારે હાજર થવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ફાયરની અન્ય જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા ચાલુ એક તરફ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક વિવાદોમાં છે બીજી તરફ અન્ય કેડરમાં ભરતી પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. ફાયર ઓફિસર (વર્ગ-2) ની બે જગ્યાઓ માટેની મંજૂરી અંતિમ તબક્કામાં છે. સ્ટેશન ઓફિસરની કુલ 8 જગ્યાઓ પૈકી 4 જનરલ કેટેગરીના ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવાયા છે, જ્યારે બાકીના 4 ઉમેદવારોની જાતિ ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક અપાશે. આ ઉપરાંત, સબ ફાયર ઓફિસરની 5 જગ્યાઓ માટે દસ્તાવેજ ચકાસણી ચાલુ છે. શહેરના વિસ્તરણ અને વસ્તીને ધ્યાને રાખીને ફાયર વિભાગમાં સૌથી વધુ જરૂરિયાત ધરાવતી ફાયરમેન કમ ડ્રાઈવરની 138 જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી પારદર્શક રીતે કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ નવી ભરતીઓથી આગામી સમયમાં ગાંધીનગર ફાયર વિભાગ માનવબળની દ્રષ્ટિએ વધુ સક્ષમ બનશે, જોકે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક પર મંડરાતા વિવાદના વાદળો ક્યારે શમે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડ ટ્રેડિંગમાં પ્રોફીટની લાલચમાં રૂ.39.22 લાખ ગૂમાવ્યા:રાજકોટના બાંધકામના ધંધાર્થીએ ફેસબુકમા યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ને છેતરાયા, જેમાં રોકાણ કર્યું તે વેબસાઇટ ફેઇક નિકળી
    Next Article
    Leopard attacks elderly man in Dahod | લગ્નમાં આવેલા વૃદ્ધા પર દીપડાનો હુમલો | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment