Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફરમાન લગ્ન ન કરત, તો હું આત્મહત્યા કરી લેત':'મહાકુંભ ગર્લ' મોનાલિસાએ મુસ્લિમ પતિ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું- 'લવ જેહાદ નહીં, સાચો પ્રેમ છે'

    8 hours ago

    મહાકુંભ 2025માં રુદ્રાક્ષ વેચતી વખતે રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બનેલી મહેશ્વર (મધ્યપ્રદેશ)ની મોનાલિસા ભોંસલેએ કેરળમાં તેના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે. આ આંતરધર્મિય લગ્ને ઉત્તરથી દક્ષિણ ભારત સુધી હલચલ મચાવી દીધી છે. જ્યાં એક તરફ ફિલ્મ ડિરેક્ટરે તેને મોટું ષડયંત્ર ગણાવ્યું છે, ત્યાં ગુરુવારે કપલે તિરુવનંતપુરમમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં ફરમાને કહ્યું કે, 'મીડિયામાં ખોટા સમાચાર ચાલી રહ્યા છે કે, મોનાલિસાની ઉંમર ઓછી છે, જો ઉંમર ઓછી હોત તો લગ્ન ન થાત. સ્માર્ટ એપથી અમને લગ્નનું સર્ટિફિકેટ ન મળતું. કેરળ સરકારની પોલિસીના સ્માર્ટ એપથી સર્ટિફિકેટ મળ્યું છે. પુઆર પંચાયતમાંથી લગ્નનું સર્ટિફિકેટ મળ્યું છે. મંદિરે પણ આપ્યું છે.' ફરમાને મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું. 'મોનાલિસા ઘરેથી ભાગી નથી, પિતા સાથે આવી' ફરમાને કહ્યું- 'અફવા ફેલાવવામાં આવી રહી છે કે મોનાલિસા ઘરેથી ભાગી ગઈ છે, જ્યારે 10 દિવસ પહેલા તે તેના પિતા સાથે આવી છે.' મોનાલિસા કહી રહી છે કે, 'કેરળ ખૂબ સારું છે. અમે અહીં જ રહીશું.' 'કેરળવાળી ફિલ્મ અત્યારે ચાલી રહી છે. ફિલ્મની 25 દિવસની પ્રોસેસ છે. શૂટિંગ પહેલા પ્રોડક્શન સાથે જે ડીલ થાય છે, તે બધું થઈ ગયું છે. નાગમ્માનો ડિરેક્ટર પીકે બીનુ વર્ગીસ છે. તેનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. 6 મહિના પહેલા આ જ ફિલ્મ દરમિયાન અમારી મુલાકાત થઈ હતી. ત્યાં જ મોનાલિસાએ મને પ્રપોઝ કર્યું હતું.' આ દરમિયાન મોનાલિસાએ કહ્યું, 'હા, મેં પ્રપોઝ કર્યું હતું.' મોનાલિસાએ કહ્યું- 'લગ્ન નહીં કરું તો આત્મહત્યા કરી લઈશ' ફરમાને કહ્યું, 'મોનાલિસાના બે-ત્રણ દિવસમાં લગ્ન થવાના હતા. ઘરમાં મહેમાનો પણ આવ્યા હતા. તેથી મોનાલિસાએ કહ્યું, 'લગ્ન કરો, નહીં તો મારી સાથે કંઈક ખોટું થઈ જશે. મારા પરિવારજનો મારા લગ્ન ક્યાંક બીજે કરાવી શકે છે. પછી મેં વિચાર્યું કે કોઈના જીવનથી મોટું કંઈ નથી.' મોનાલિસાએ કહ્યું, 'મેં તેમને કહ્યું કે જો તમે લગ્ન નહીં કરો, તો હું આત્મહત્યા કરી લઈશ.' ફરમાને કહ્યું- 'લવ જેહાદ જેવું કંઈ નથી' ફરમાને કહ્યું, 'મીડિયામાં આ ખોટું ચાલી રહ્યું છે કે આ લવ જેહાદ છે. એવું કંઈ નથી. બધા ધર્મ સમાન છે. મોનાલિસા પોતાના ધર્મમાં રહેશે. હું મારા ધર્મમાં રહું છું, પરંતુ અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. હું મંદિરમાં પણ જાઉં છું, હું મસ્જિદમાં પણ.' 'મારા માટે બધા સરખા છે, કારણ કે તે પણ કલાકાર છે. હું પણ કલાકાર છું. આપણે સૌથી પહેલા માણસ છીએ. કેરળ રાજ્યમાં આ ખૂબ સારી બાબત છે કે અહીં જાતિનો કોઈ ભેદભાવ નથી. બધા માણસને માણસના દૃષ્ટિકોણથી જુએ છે, તેથી કેરળ સૌથી શ્રેષ્ઠ છે.' પરિવારજનોનો આરોપ: 'ડરાવી-ધમકાવીને નિકાહ કરાવ્યા' મહેશ્વરની રહેવાસી મોનાલિસાના મોટા પપ્પા વિજલ ભોંસલેએ કહ્યું, 'અમારી દીકરીને લવ જેહાદના જાળમાં ફસાવવામાં આવી છે. તેને ડરાવવામાં-ધમકાવવામાં આવી હશે, કારણ કે અમારા સમાજમાં આજ સુધી કોઈ દીકરીએ બીજા સમાજમાં લગ્ન કર્યા નથી. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે, દીકરીને ચુંગલમાંથી છોડાવીને ન્યાય અપાવવામાં આવે.' મહેશ્વરમાં આક્રોશ: PM પાસે કાર્યવાહીની માંગ કરશે ભાજપના નેતા અને સમાજસેવક મનોજ પાટીદારે તેને દેશ વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ પરિવાર વર્ષોથી મહેશ્વરમાં રહે છે. શિક્ષણના અભાવનો ફાયદો ઉઠાવીને 'દેશના ગદ્દારો'એ યુવતીને જાળમાં ફસાવી છે. મનોજ પાટીદારે કહ્યું, 'દીકરી સાથે છેતરપિંડી થઈ છે. અમે વડાપ્રધાનને પત્ર લખીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરીશું.' હવે મોનાલિસાના લગ્ન સાથે જોડાયેલા સંપૂર્ણ સમાચાર વાંચો લગ્ન પહેલા બુધવારે બંને તિરુવનંતપુરમના થંપાનૂર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં મોનાલિસાએ પોલીસ પાસે સુરક્ષા માંગી અને કહ્યું કે, તેના પિતા તેને બળજબરીથી ઘરે પાછા લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોનાલિસાએ કહ્યું કે, તે પુખ્ત છે. પોતાની મરજીથી ફરમાન સાથે રહેવા અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. ડિરેક્ટર સનોજ મિશ્રાએ તેને લવ જેહાદ ગણાવ્યો હતો. તસવીરો જુઓ ફિલ્મ શૂટિંગ દરમિયાન મુલાકાત થઈ મોનાલિસા આ દિવસોમાં તેની ડેબ્યુ ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ના શૂટિંગના સંબંધમાં કેરળમાં છે. ફરમાન ખાને કહ્યું, 'અમે બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા. ત્યાં જ અમારી વાતચીત શરૂ થઈ. પહેલા મોનાલિસાએ પ્રપોઝ કર્યું. મેં ના પાડી દીધી, પરંતુ પછીથી અમને બંનેને ઊંડો પ્રેમ થઈ ગયો.' મોનાલિસાના મતે, તેનો અને ફરમાનનો સંબંધ લગભગ છ મહિના જૂનો છે. પરિવારજનો ગામમાં જ કોઈ બીજા સાથે તેના લગ્ન કરાવવા માંગતા હતા, જે મંજૂર નહોતું. ડિરેક્ટરે ષડયંત્રનો આરોપ લગાવ્યો મોનાલિસાને ફિલ્મમાં તક આપનાર ડિરેક્ટર સનોજ મિશ્રાએ આ લગ્ન પર ફેસબુક પોસ્ટમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, જે છોકરીને તક આપવા માટે તેમણે 10 કરોડ રૂપિયાનું દેવું લઈને ફિલ્મ બનાવી, તેણે એક મુસ્લિમ યુવક સાથે ભાગીને બધું બરબાદ કરી દીધું. તેણે તેને 'લવ જેહાદ' ગણાવીને તેની પાછળ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો. , 'ગંગા જેવી પવિત્ર છોકરીને લવ જેહાદમાં ફસાવી' ડિરેક્ટર સનોજ મિશ્રાએ ખુલ્લેઆમ આ સંબંધને લવ જેહાદનો કેસ ગણાવ્યો છે. એટલું જ નહીં તેણે કહ્યું- મેનેજરે મોનાલિસાનો સોદો કર્યો હતો. પોતાની લાગણીઓ વ્યક્ત કર્યા પછી, સનોજે ખુલાસો કર્યો કે તેને ધમકીઓ મળી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    LPG shortage: In Kota, where hostels and messes cater to 1 lakh students, some switch to firewood
    Next Article
    અમેરિકાએ હાથ ઊંચા કર્યા, ઓઇલ ટેન્કરોને સુરક્ષા નહીં આપે:USAના ઉર્જા મંત્રીએ કહ્યું- અમારી નૌસેના તૈયાર નથી, હાલમાં ઈરાનને નિશાન બનાવવા પર ફોકસ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment