Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાતનું ડેલિગેશન મોરેશિયસ જશે:ચેરમેને કહ્યું,: મોરેશિયસ ધ ગેટવે ટુ આફ્રિકા છે, આખું વિશ્વ આફ્રિકાને એક મોટી બિઝનેસ તક તરીકે જુએ છે, ભારતીય કંપનીઓ આફ્રિકન માર્કેટમાં પ્રવેશી શકે છે

    9 hours ago

    ઈન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાત દ્વારા મોરેશિયસ દિવસ ઉજવણી કરવામાં આવી હતી અને "મોરેશિયસ ધ ગેટવે ટુ આફ્રિકા" માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મોરેશિયસ આફ્રિકાનું પ્રવેશદ્વાર હોવાથી, મોરેશિયસ દ્વારા આફ્રિકન બજારોમાં ભારતીય ઉદ્યોગોના વિસ્તરણની વધતી તકો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, ICTC ગુજરાતે 16 માર્ચથી 20 માર્ચ 2026 દરમિયાન ભારત - મોરેશિયસ બિઝનેસ ડેલિગેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જે મોરેશિયસ અને આફ્રિકન બજારોમાં ફિનટેક, રિન્યુએબલ એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, રસાયણો, એન્જિનિયરિંગ અને આરોગ્યસંભાળ જેવા ભારતીય સાહસોને માળખાગત જોડાણની સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આખરે વ્યૂહાત્મક ભાગીદારી અને રોકાણો માટે માર્ગ ખોલશે. આ કાર્યક્રમનું એક વ્યૂહાત્મક આકર્ષણ ગુજરાત ટુરિઝમ તરફથી મળેલ માન્યતા હતી, જ્યાં ગુજરાત ટુરિઝમે મોરેશિયસ અને દક્ષિણ આફ્રિકામાં ગુજરાત ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ICTC પ્રતિનિધિમંડળને સત્તાવાર આઉટરીચ પાર્ટનર તરીકે અધિકૃત કર્યું છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ઇન્ડિયા કોમન વેલ્થ ટ્રેડ સેન્ટરના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિરલ ચૌધરીએ કરી હતી. ચૌધરીએ ભારત અને કોમનવેલ્થ દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા, અંતર દૂર કરવા અને કોમનવેલ્થ બજારોમાં ગુજરાત સ્થિત ઉદ્યોગોને સ્થાન આપવા માટે ICTC ની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમગ્ર આફ્રિકામાં વિસ્તરણ કરવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને વ્યૂહાત્મક પ્રવેશ બિંદુ તરીકે મોરેશિયસના વ્યૂહાત્મક મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્ડિયા કોમન વેલ્થ ટ્રેડ સેન્ટરના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધ અને અન્ય પડકારોને કારણે ટૂંકા ગાળામાં નુકસાન થવાની સંભાવના છે. જો તમે છેલ્લા એક મહિનાના સમાચાર જોશો, તો કેનેડાએ પણ આફ્રિકન દેશો માટે એક વિશાળ એક્ઝિબિશન કર્યું છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે યુરોપિયન યુનિયન આફ્રિકન દેશો સાથે વિકાસના ભાગીદાર તરીકે જોડાવવા માંગે છે. આનો અર્થ એ છે કે આખું વિશ્વ હવે આફ્રિકાને એક મોટી બિઝનેસ તક તરીકે જોઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોમનવેલ્થમાં કુલ 56 દેશો છે. જેમાં ભારત ઉપરાંત કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા પાંચ મોટા દેશો છે. આ સિવાય ઘણા નાના દેશો પણ છે જેમની સાથે આપણે મોટો વ્યાપાર કરી શકીએ છીએ. ભારતની નીતિ હવે માત્ર મોટા દેશો સુધી મર્યાદિત નથી, પણ આપણે નાના દેશો સાથે પણ હાથ મિલાવીને આગળ વધી રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયા અને મલેશિયા જેવા દેશોની મુલાકાતે જઈ રહ્યા છે. જે દેશોને નકશા પર શોધવા પડે તેવા નાના દેશો સાથે પણ ભારત મજબૂત સંબંધો બાંધી રહ્યું છે. વર્ષ 2047 સુધીમાં ભારતને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાના લક્ષ્યમાં આ નાના દેશો સાથેના સંબંધો ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. તેઓએ વધુમાં કહ્યું કે, મોરેશિયસ એ એક એવો દેશ છે જ્યાં લગભગ 75% વસ્તી ભારતીય મૂળની છે. આથી, મોરેશિયસને આપણે 'બીજું ભારત' પણ કહી શકીએ. હાલમાં મોરેશિયસ દિવસની ઉજવણી થઈ રહી છે અને તેના ઉપલક્ષમાં અમે ત્યાં એક ખાસ ડેલિગેશન લઈને જઈ રહ્યા છીએ. મોરેશિયસનું મહત્વ ખૂબ વધારે છે. તેને 'ગેટવે ટુ આફ્રિકા' તરીકે ઓળખવામાં આવે છે. મોરેશિયસના આફ્રિકન દેશો સાથે અનેક વ્યાપારી કરારો છે, જેનો લાભ લઈને ભારતીય કંપનીઓ આફ્રિકન માર્કેટમાં પ્રવેશી શકે છે. ઘણી ભારતીય કંપનીઓએ તો ત્યાં પોતાની ઓફિસ પણ સ્થાપી દીધી છે. તેઓએ કહ્યું કે, અમારો હેતુ ગુજરાતના MSME સેક્ટરને દક્ષિણ આફ્રિકાના બજારો સુધી પહોંચાડવાનો છે. આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ બેઝ બહુ ઓછો છે અને તેઓ આયાત પર નિર્ભર છે. ત્યાં ચીન અને ભારત તેમના મુખ્ય પાર્ટનર છે. અમે 20 જેટલા ઉદ્યોગકારોનું ડેલિગેશન લઈને જઈ રહ્યા છીએ અને ત્યાંના ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ તથા અન્ય સંસ્થાઓ સાથે MOU સાઈન કરીશું. તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશોને G20 ના સભ્ય બનાવ્યા ત્યારથી ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ વધ્યો છે. અગાઉ પણ અમારા 15 સભ્યોનું ડેલિગેશન કેન્યા ગયું હતું અને ત્યાંથી તમામને ઓર્ડર મળ્યા છે. અમને આશા છે કે આ પ્રવાસથી પણ આપણા ઉદ્યોગકારોને સારા એવા બિઝનેસ ઓર્ડર મળશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ગેસના અભાવે 200 સિરામિક કારખાના બંધ:ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસરથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ
    Next Article
    Gas crisis in Ahmedabad | અમદાવાદના અસારવામાં ગેસ સિલિન્ડર માટે લાઈનો | Iran | War | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment