Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામમાં બે ડેરીના વિવાદમાં પશુપાલકો પિસાતા આકરા પાણીએ:મહિલાઓએ ઉત્તમ ડેરીના ચેરમેનની નનામી કાઢી પૂતળા દહન કર્યું, પશુપાલકોએ કલેક્ટર કચેરીએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો

    9 hours ago

    ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પશુપાલકો અને ડેરી સંઘો વચ્ચેનો વિવાદ હવે વકર્યો છે. અમદાવાદની ઉત્તમ ડેરી અને ગાંધીનગરની મધુર ડેરી વચ્ચેના કાયદાકીય અને વહીવટી જંગમાં હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે. મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાના નિર્ણયને પગલે સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદના વિરોધમાં દહેગામ તાલુકાના નવા થાંભલીયા ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મહિલાઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા સહિત ગ્રામજનોએ ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડની પ્રતીકાત્મક નનામી કાઢી છાજિયા લીધા હતા. જે બાદ પૂતળાનું દહન કરીને રીતસરની અંતિમક્રિયા કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે સહકારી રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ઉત્તમ ડેરીએ કોર્ટમાંથી સ્ટે મેળવતા મધૂર ડેરીએ દૂધ લેવાની ના પાડી દીધી આ સમગ્ર વિવાદનું મૂળ દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં રહેલું છે. દહેગામ તાલુકાની અંદાજે 70 જેટલી સક્રિય દૂધ મંડળીઓ અને 35 પેટા કેન્દ્રો દ્વારા દૈનિક 50 હજાર લીટર દૂધ જમા કરવામાં આવે છે. છેલ્લા ચાર મહિનાથી આ દૂધ ગાંધીનગરની મધુર ડેરીમાં જતું હતું, જે દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (ઉત્તમ ડેરી) દ્વારા આ મામલે કોર્ટમાંથી સ્ટે મેળવવામાં આવતા મધુર ડેરીએ અચાનક દૂધ લેવાની ના પાડી દીધી હતી. ઉત્તમ ડેરીમાં પ્રતિ ફેટ 20 રૂપિયા ઓછા મળતા હોવાનો આક્ષેપ દહેગામના પશુપાલકોનો આક્ષેપ છે કે, ઉત્તમ ડેરીમાં તેમને પ્રતિ ફેટ 20 રૂપિયા જેટલો ઓછો ભાવ મળે છે અને ભાવફેરના નાણાં પણ મળતા નથી, જેના કારણે પ્રતિ લીટર 50થી 60 રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડે છે. પશુપાલકોની કહેવું છે કે, દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવતો હોવા છતાં તેમને પરાણે અમદાવાદ સંઘની ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવે છે જે સંપૂર્ણપણે અન્યાયી છે. રસ્તા પર દૂધ ઢોળીને કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો ગઈકાલે મંગળવારે રાત્રે નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યા બાદ પશુપાલકોના પ્રતિનિધિ મંડળે મધુર ડેરીમાં રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટના આદેશનું બહાનું ધરીને ડેરીએ નમતું ન જોખતા મામલો બિચક્યો હતો. આથી રોષે ભરાયેલા પશુપાલકોએ દહેગામ મામલતદાર કચેરી ખાતે રસ્તા પર દૂધ ઢોળીને કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર જિલ્લામાં દૂધ પરિવહન અટકાવી જલદ આંદોલનની ચિમકી પશુપાલક હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે, મોહન ભરવાડના જિદ્દી વલણને કારણે 1 લાખ જેટલા પશુપાલકોના પરિવારની રોજીરોટી સંકટમાં મુકાઈ છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં દૂધના ભાવ અને કલેક્શનના પ્રશ્નોનો કાયમી અને પોષણક્ષમ ઉકેલ નહીં આવે તો સમગ્ર જિલ્લામાં દૂધનું પરિવહન અટકાવી દેવામાં આવશે અને આગામી સમયમાં જલદ આંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    India LPG Gas Shortage Live Updates: Short supply leads to long queues at distribution points, petrol pumps; hospitality sector hit
    Next Article
    Budget MacBook Neo 'Shocks' Asus Chief, Says PC Industry Discussing 'How To Compete'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment