Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાયા:સ્ટાફઘટનું કારણ આપી ભુજ-નારાયણ સરોવર ઇન્ટરસિટી બસ ચાર દિવસથી બંધ

    11 hours ago

    કચ્છના તીર્થધામ નારાયણ સરોવરને જોડતી મહત્વની ગણાતી ભુજ-નારાયણ સરોવર ઇન્ટરસિટી બસ છેલ્લા ચાર દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવતા લખપત તાલુકાના ગ્રામીણ મુસાફરો, યાત્રિકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપી પરત ફરતી વિદ્યાર્થીનીઓને આડેધડ બસ સેવા બંધ થવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, બપોરે 3:00 કલાકે ભુજથી ઉપડીને રાત્રે 8:00 વાગ્યે નારાયણ સરોવર પહોંચતી ઇન્ટરસિટી બસ ચાર દિવસથી બંધ છે. અગાઉ બપોરે 1:30 થી 2:00 વાગ્યાના ગાળામાં ત્રણ એક્સપ્રેસ બસો ઉપલબ્ધ છે, પરંતુ ત્યારબાદ સીધી 3:00 વાગ્યાની આ મહત્વની ઇન્ટરસિટી બસ હતી. હવે આ બસ બંધ થતા મુસાફરોએ છેક સાંજે 6:00 વાગ્યા સુધી એસટીની રાહ જોવી પડે છે. આ બસ બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે નારાયણ સરોવરથી રવાના થઈ સવારે 10:00 વાગ્યે ભુજ પહોંચતી હતી, જે અપડાઉન કરતા નોકરિયાતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ હતી. સારી આવક આપતી અને છેવાડાના ગામોને જોડતી આ બસ સેવા એસટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો આ બસ ચાલુ નહીં થાય તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા રજૂઆતના કાર્યક્રમો પણ ઘડવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અવાર નવાર એસટી બસ ખોટવાઇ જાય છે ખાસ કરીને મુન્દ્રા, ગાંધીધામ રૂટમાં લોકલ બસોની અછત છે રાતના પણ બસો મળતી નથી. એસટી જીવાદોરી છે ત્યારે રૂટ સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બોર્ડની પરીક્ષા આપતા છાત્રોની કફોડી સ્થિતિ હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. નારાયણ સરોવર વિસ્તારના વિદ્યાર્થીઓ દયાપર કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા જાય છે. નારાયણ સરોવરના ઇસ્માઈલ કુંભારે જણાવ્યું હતું કે, તેમની દીકરી દયાપર પરીક્ષા આપવા જાય છે. સાંજે 6:00 વાગ્યે પેપર પૂરું થયા બાદ આ ઇન્ટરસિટી બસ 6:30 વાગ્યે દયાપર આવી જતી અને રાત્રે 8:00 વાગ્યા સુધી દીકરીઓ સુરક્ષિત ઘરે પહોંચી જતી હતી. હવે બસ બંધ થતા વિદ્યાર્થીઓએ વાયા વર્માનગર સુધી લિફ્ટ માંગીને આવવું પડે છે અને ત્યાંથી વાલીઓએ તેમને તેડવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શું કહે છે ડેપો મેનેજર? આ અંગે નખત્રાણા ડેપો મેનેજર નરેશ પુરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સ્ટાફની અછત હોવાને કારણે આ રૂટ કામચલાઉ ધોરણે બંધ કરવો પડ્યો છે. જોકે, તીર્થધામની આ મહત્વની બસ હોવાથી તેને વહેલી તકે પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ઓમાનના સલાલાહ પોર્ટમાં ઓઈલ સ્ટોરેજ પર ડ્રોન હુમલો:ટેન્કોમાં લાગી આગ; સુલ્તાને ઈરાની રાષ્ટ્રપતિને ફોન કરી નારાજગી વ્યક્ત કરી
    Next Article
    ASPને રજૂઆત કરાઇ:મુન્દ્રા પંથકમાં કાયદો વ્યવસ્થાની અવગણના સાથે હપ્તાખોરીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment