Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેબલ ચોર પોલીસના સકંજામાં:શામળાજી પોલીસે કેબલ ચોર આરોપી ઝડપી લીધો

    16 hours ago

    શામળાજી પોલીસે તાજેતરમાં થયેલી કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખીને ગલિસેમરો ગામના આરોપીને તેના જ ગામમાંથી રૂપિયા 10500ની કિંમતના કેબલ વાયરના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરી તસ્કરી જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પીઆઈએસએસ માલ એ આપેલા માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એએસઆઇ રસિકભાઈ કાવજીભાઈ ને ખાનગી માહિતી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ મોટર કેબલ વાયરની ચોરી થઈ હતી અને તેનો ગુનો પણ નોંધાયો હતો. ગલીસેમરો ગામનો ભરતભાઈ કાંતિભાઈ ભગોરા રહે ગલી સેમેરો તાલુકો શામળાજી જીલ્લો અરવલ્લી હોવાની હકીકત જાણવા મળતા પોલીસે ઉપરોક્ત આરોપી ને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ચોરીના ગુનાને કબુલાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અધૂરી કામગીરીથી લોકો થયા પરેશાન:માલપુરના ઉભરાણ-ગોતાપુર એપ્રોચ રોડની અધૂરી કામગીરીજલ્દી પૂર્ણ કરો
    Next Article
    ઉ.ગુ.યુનિવર્સિટીનું રૂ. 167 કરોડનું બજેટ તૈયાર કરાયું:ઉ.ગુ. યુનિ. દ્વારા આ વર્ષે શૈક્ષણિક કાર્યની સુવિધાના બદલે સંશોધન અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિશેષ ખર્ચ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment