Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કરતા મધુરમ વિસ્તારના યુવકની અટક

    1 day ago

    શહેરમાં ગાંધીગ્રામ સ્થિત સી ડિવિઝન પોલીસમાં પોલીસ કર્મી સાથે માથાકૂટ કરતા મધુરમ વિસ્તારના શખ્સને પકડી તેના વિરુધ્ધ કાર્યવાહી કરી હતી. બનાવ અંગે મળતી વિગતો અનુસાર શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ મંગલધામ-2, મંગલેશ્વર મહાદેવવાળી શેરીમાં રહેતા અરૂણભાઇ જયંતભાઈ પરમારને બુધવારે સી ડિવિઝન પોલીસ સ્ટેશન પર એક અરજી અનુસંધાને પોલીસે બોલાવ્યા હતા. બપોરે 12:30 વાગે પોલીસ મથક ખાતે આવેલા અરૂણભાઇએ ઉશ્કેરાઈ જઈને ફરજ પરના પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી માથાકૂટ કરતા પોલીસ સ્ટેશનમાં ચકચાર મચી ગઈ હતી. યુવકને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં પણ જીભાજોડી કરતા તેના વિરુધ્ધ સી ડિવિઝનના કોન્સ્ટેબલ નારણભાઈ ગરચરની ફરિયાદ લઈ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઇ આર.આર.બ્લોચ ચલાવી આગળની કાર્યવાહી હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ‎:ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટી, 11 સસ્પેન્ડ
    Next Article
    ફરિયાદ:પરસ્ત્રી સાથે સંબંધથી પતિ મારતો, દીકરીનો જન્મ થતા ત્રાસ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment