Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:જિ.પં.કર્મચારી મંડળીની ઓફિસમાં આગ, દોડધામ

    1 day ago

    જામનગર શહેરમાં આવેલી જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ મંડળીની ઓફિસમાં લાગેલી આગથી અમુક ફાઇલો અને ડોક્યુમેન્ટો બળીને ખાખ થઈ જતાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. પરંતુ આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. શહેરના લાલ બંગલા નજીક રણજીત ટાવર્સમાં બીજા માળે આવેલી જામનગર જિલ્લા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની ઓફીસમાં આજે બપોરના સમયે અકસ્માતે આગ ભભુકી ઉઠતા ઓફીસમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ તાત્કાલીક સ્થળ પર પહોંચીને આગને બુઝાવવામાં આવી હતી. આગ કાબુમાં આવે તે પહેલા જ અમુક ફાઈલો તેમજ કાગળો અને અગત્યના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે મોટી જાનહાનિ થતા અટકી હતી. તો બીજી બાજુ અમુક સાહિત્ય જ બળતા ઓફીસમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. આગને પણ શંકાસ્પદ દર્શાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ ઓફીસમાં લાગેલી આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જેથી આગનું કારણ અકબંધ રહ્યું છે. આગનું કારણ જાણવા માટે તપાસ થવી જોઈએ તેવી પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, આગના બનાવની જાણ થતાં જ મંડળીના કર્મચારીઓ પણ સ્થળ પર પહોચી ગયા હતાં તો બીજી બાજુ આજુબાજુની ઓફિસમાંથી પણ લોકો દોડી આવ્યા હતાં.
    Click here to Read More
    Previous Article
    વરણી:જામનગર સીટી બી ડિવિ.ના PIની 3 દિ'માં ફરી નિમણુંક
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ‎:ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટી, 11 સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment