Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફારુક અબ્દુલ્લાની હાજરીમાં હોટલમાં ગોળીબાર:જમ્મુમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા, ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા; આરોપીની ધરપકડ

    10 hours ago

    જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં બુધવારે સાંજે રોયલ પાર્ક નજીક ફાયરિંગની ઘટના સામે આવી હતી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને ઉપમુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. માહિતી અનુસાર, સમારોહ સ્થળ નજીક અચાનક ગોળી ચાલવાનો અવાજ સંભળાયો, જેના પછી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરક્ષામાં તૈનાત કર્મચારીઓએ તરત કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધો. ફારૂક અબ્દુલ્લા સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓ અનુસાર, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી જાણી શકાય કે ફાયરિંગ પાછળ તેનો શું હેતુ હતો અને શું તેમાં અન્ય કોઈની પણ ભૂમિકા છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂરી થયા પછી જ ઘટનાના કારણો સ્પષ્ટપણે જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    India LPG Gas Shortage Live Updates: LPG shortage hits Pune’s Zomato, Swiggy food delivery partners
    Next Article
    Israel Iran War LIVE | યુદ્ધથી બધા ધંધે લાગ્યા, ગેસનું સંકટ ટળશે? | Gas Shortage | Gujarat | N18G

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment